
વર્ષ 2005માં એક તીક્ષ્ણ ગુપ્તચર અધિકારી તરીકે સ્થાપિત અજીત ડોભાલ ઈન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટરના પદ પરથી નિવૃત્ત થયા. આ પછી વર્ષ 2009માં અજીત ડોભાલ વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ બન્યા. આ દરમિયાન તે ન્યૂઝ પેપરમાં લેખ પણ લખતા હતા.

30 મે 2014 ના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અજીત ડોભાલને દેશના 5મા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા. અગાઉ શિવશંકર મેનન ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર હતા. અજિત ડોભાલ પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક દરમિયાન ચર્ચામાં આવ્યા હતા.

ઉત્તરાખંડના એક સાધારણ ગઢવાલી પરિવારમાં જન્મેલા અજિત ડોભાલને હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, શ્રીનગર દ્વારા 7મા કોન્વોકેશનના અવસર પર માનદ ડોક્ટરેટની પદવી એનાયત કરવામાં આવી છે.