
નવરાત્રી માટે ધોતી, ઝભ્ભો, મોજડી,છત્રી, પાઘડી, કેડીયા, કમર બંધ, વગેરે મળી રહે છે. બહેનો માટે ચણિયાચોળી કમરબંધ, બાજુબંધ, પગના અને હાથના પોચા, અલગ અલગ પ્રકારની ઓઢણીમાં વિવિધ ડિઝાઇન મળી રહે છે.

યુવાનો અને મોટેરાઓ માટે ટ્રેડિશનલ કોસ્ચ્યુમ વિશાળ રેન્જ મળી રહે છે. જે ખૂબ જ કલરફુલ અને આકર્ષક હોય છે જેની કિંમત 1600 રૂપિયાથી લઈને 3000 રૂપિયા સુધીની હોય છે. જેમાં કચ્છી વર્ક રબારી વર્ક અફઘાની વર્ક વગેરે કરેલા હોય છે.

નવરાત્રીના આ બજારમાં બહેનો માટે ઘણું જ બધું હોય છે ઈમીટેશન જ્વેલરીના હાર, કમરબંઘ, હાથના પોચા, બંગડીઓ, માંગ ટીકા વગેરેનો સમાવેશ થાય છે.ચણીયા ચોળીની વિશાળ શ્રેણી બહેનો માટે બજારમાં અવેલેબલ છે. જેમાં અફઘાની વર્ક કચ્છી વર્ક રબારી વર્ક મોતી વર્ક કરીને બનાવવામાં આવે છે જેમાં કલર કોમ્બિનેશનનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.