
આ બહેનો ના દિકરા દિકરીઓને પરણાવી દીધા ભાગ મોટા ભાગની બહેનો ના મોટાભાગના બાળકો વિદેશમાં હોવાનું જોવા મળી રહ્યું છે જેના કારણે પારિવારિક જવાબદારી પણ આ બહેનો માટે ન હોવાના કારણે પોતાનો ફ્રી સમય પોતાના અનુભવ મુજબ તેમની માતૃ સંસ્થા ગણાતી કિડની હોસ્પિટલમાં તેઓ આપવા ઈચ્છે છે.

સામાન્ય રીતે રીટાયર્ડ થયા પછી પરિવારની આર્થિક સ્થિતિ સારી હોય તો કોઈ વ્યક્તિ કામ કરવા ઇચ્છતા હોતા નથી પરંતુ તેમ છતાં હોસ્પિટલ માં કામ કરતી અને અનુભવી નર્સિંગ સ્ટાફ ની આરતી બહેનો હજુ પણ પોતાનો ફ્રી સમય તેઓ કિડની હોસ્પિટલને આપવા ઈચ્છે છે જે ખરેખર પ્રશંસાને પાત્ર છે.