
અનેક વખત રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન થતા સ્થાનિકોમાં રોષ,સમસ્યાનો ઉકેલ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની સ્થાનિકોની ચીમકી.

ભલે હોશે હોશે આપણે વિશ્વ જળ દિવસની ઉજવણી કરતા હોઇએ, સૌથી ખરાબ હાલત ચંદન એપાર્ટમેન્ટના રહીશોની છે. જેવો ના ઘરની સામે જ આવેલા કોમન પ્લોટમાં છેલ્લા એક માસથી ગટરના પાણી ઉભરાયા છે. જેના લીધે આ વિસ્તારના રહીશો નર્કાગારની સ્થિતિમાં મુકાયા છે.

અમદાવાદ શહેરના પૂર્વ અને દક્ષિણ ઝોનના નવા સમાવેલ વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા સુવિધામાં આપવામાં ઓરમાયું વર્તન કરવામાં આવતું હોવાની ફરિયાદ વારંવાર સામે આવે છે. જેમાં પણ શહેરના નવા સમાવાયેલ વિસ્તારો જેવા કે રામોલ -હાથીજણ, વટવા, ગેરતપૂર અને લાંભા જેવા વોર્ડમાં સતત મેઇન્ટેનસની કામગીરી ચાલતી હોવાના લીધે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ મહાનગર પાલિકાને કરવામાં આવતી ફરિયાદનો સમય વીતતા ચોપડે નિકાલ થાય છે પરંતુ તેનો વાસ્તવિક નિકાલ થતો નથી. ( Photos By Natwar Parmar, Edited By- Omprakash Sharma.)