Ahmedabad: ગગનયાન વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ દરમિયાન આઉટરિચ પ્રોગ્રામનું આયોજન

આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગ રૂપે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત SAC- ISRO, ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનૉલોજી(GUJCOST) અને ગુજરાત સાયન્સ સિટીના સંયુક્ત ઉપક્રમે માનવ સ્પેસ ફ્લાઈટ પ્રોગ્રામ ગગનયાન વિશે જનજાગૃતિ ફેલાવવા સાયન્સ સિટી ખાતે 3થી 9 એપ્રિલ દરમિયાન આઉટરિચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

| Edited By: | Updated on: Apr 03, 2022 | 5:15 PM
4 / 6
ભારત અંતરિક્ષ વિજ્ઞાન ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ મહત્વકાંક્ષી હ્યૂમન સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ ગગનયાન નો હેતુ માનવસહિત ના અંતરિક્ષ મિશનમાં સ્વદેશી ક્ષમતા સિદ્ધ કરવાનો છે. આ મહત્વના માનવ સ્પેસફ્લાઇટ પ્રોગ્રામ વિશે જનજાગૃતિ વધારવા અને તથા દેશના ભાવિ સમાન વિદ્યાર્થીઓએ માં અવકાશ વિજ્ઞાન વિશે  જિજ્ઞાસાવધારી પ્રોસ્તાહિત કરવા સાયન્સ સિટી ખાતે આ કાર્યક્રમનુ આયોજ્ન કરાયેલ છે.

5 / 6
 3 એપ્રિલે આ કાર્યક્રમના શુભારંભ માં ડો. રામ રજક (વૈકલ્પિક ચેરમેન  (AKAM-SC,SAC) દ્વારા અભિવાદન સંબોધન કરવામાં આવશે. શ્રી ડી.કે સિંઘ (DD-HSTA), શ્રી નરોત્તમ સાહુ (એડ્વાઇઝર,ગુજકોસ્ટ), શ્રી અનુરાગ વર્મા (એપીડી-ગગનયાન), શ્રી નિલેશ એમ દેસાઇ (SAC ડાયરેક્ટર) સંબોધન કરશે અને ગગનયાન મિશન તથા આઉટરિચ પ્રોગ્રામ વિશે જાણકારી આપશે.

6 / 6
 સાયન્સ સિટી ખાતે ગગનયાનના ઓર્બિટલ ક્રુ મોડ્યુલનું  પ્રોટોટાઈપ મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ મોડ્યુલમાં બેસીને અંતરિક્ષમાં જવાનો અનુભવ મેળવી શકાશે. જે સ્પેસ વિજ્ઞાનમાં ઉત્સુકતા વધારી પ્રોત્સાહન પૂરું પાડશે. આ 7 દિવસીય કાર્યક્રમ અંતર્ગત અગ્રણી સંસ્થાઓના પ્રખર નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોના સંવાદ ,ઉપરાંત વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, મોડલ મેકિંગ, નિદર્શન અને ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ પ્રવૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે. ( Photos By- Imran Shaikh, Edited By- Omprakash Sharma)