Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન અને વિઝનને વ્યક્ત કરતા નેશનલ એક્ઝિબિશનનો પ્રારંભ, જુઓ PHOTOS

|

Jun 02, 2023 | 8:07 PM

Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ચિત્રો અને આકર્ષક પેઈન્ટીંગ્ઝને રજૂ કરતાં એક આકર્ષક એક્ઝિબિશન Modi@20 નો શુક્રવારે અમદાવાદમાં પ્રારંભ થયો છે.

1 / 6
આ પ્રદર્શનમાં દેશભરમાંથી પસંદ કરાયેલા 100 પ્રસિધ્ધ યુવા કલાકારોની કૃતિઓ રજૂ કરવામાં આવી છે. આ પ્રદર્શનનુ આયોજન ભુવનેશ્વરના સુભદ્રા ટ્રસ્ટના એક એકમ સુભદ્રા આર્ટ ગેલેરીએ કર્યુ છે. આ પ્રદર્શનનો ઉદ્દેશ વિવધ કલાકૃતિઓનો ઉપયોગ કરીને ગુજરાતના અને દેશના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર મજલ અને વિઝનરી નેતૃત્વ અંગે જાણકારી આપવાનો છે.

2 / 6
Modi@20માં જે કલાકૃતિઓ રજૂ કરવામાં આવી છે, તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સિધ્ધિઓ, રાષ્ટ્ર માટે વ્યાપક સમર્પણ ભાવના અને વિકસિત ભારતના રૂપાંતર અંગેના વિઝનને આવરી લેવામાં આવ્યુ છે.

3 / 6
આ અનોખા પ્રદર્શનમાં નરેન્દ્ર મોદીના જીવનના વિવિધ તબક્કાને આવરી લેવામાં આવ્યા છે. અને તેમના પ્રેરણાદાયી નેતૃત્વ, સામાજીક પ્રયાસો અને પ્રગતિ માટેની અપાર ખેવનાનાં વિવિધ પાસાં દર્શાવવામાં આવ્યાં છે. આ પ્રદર્શનનુ આયોજન સુભદ્રા આર્ટ ગેલેરીના ડિરેકટર અશોક નાયક દ્વારા કરવામાં આવ્યું છે

4 / 6
Modi@20 અંગે વાત કરતાં બદ્રી મહાપાત્ર, ચેરમેન, રિસેપ્શન કમિટી જણાવે છે કે આ પ્રદર્શન દ્વારા અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નોંધપાત્ર સિધ્ધિઓને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. આ પ્રદર્શન એ તેમના વિઝનરી નેતૃત્વના ઉદાહરણરૂપ છે. અમને આ પ્રદર્શન અમદાવાદમાં રજૂ કરવાનો આનંદ છે. અમને વિશ્વાસ છે કે આ પ્રદર્શન લોકોને તેમના વધુને વધુ પરિવર્તન અને પ્રગતિલક્ષી પાસાનો સાચા અર્થમાં પરિચય કરાવશે.

5 / 6
આ પ્રદર્શન ભુવનેશ્વર, ગુવાહાટી, નાગપુર અને ભોપાલમાં યોજાઈ ચૂક્યું છે અને તેને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. આ પ્રદર્શન તા. 2 થી 4 જૂન દરમ્યાન ગુજરાત સ્ટેટ લલિતકલા આર્ટ ગેલેરી ખાતે યોજવામાં આવ્યું છે.

6 / 6
આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મુખ્ય મહેમાન અમદાવાદના મેયર કિરીટકુમાર પરમાર, ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલની હાજરીમાં કરવામાં આવ્યું હતું. સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન હિતેશ કે. બારોટ આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સુભદ્રા આર્ટ ગેલેરીના ચેરમેન ડૉ સૂર્ય રથ અને સ્ટેટ એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ ઓથોરિટીના ચેરમેન એચ.કે.દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Photo Gallery