અમદવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન ગુજરાત અને ભારતનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. તે ગુજરાતનું સૌથી મોટું રેલ્વે સ્ટેશન પણ છે અને ભારતના મુખ્ય રેલ્વે સ્ટેશનોમાંનું એક પણ છે.
પશ્ચિમ રેલ્વેમાં કાલુપુર રેલ્વે સ્ટેશન સૌથી વધુ આવક પેદા કરનાર વિભાગ છે. તે મુંબઈ, ચેન્નઈ, દિલ્હી, હાવડા અને ભારતના અન્ય મુખ્ય શહેરોને જોડે છે
ભારતના રાષ્ટ્રીય તેહવાર પ્રજાસતાક અને સ્વતંત્રતા દિવસ નિમિતે કાલુપુર રેલ્વે સ્ટેશનને ત્રિરંગના કલરથી શણગારવામાં આવે છે.
કાલુપુર રેલ્વે સ્ટેશનમાં દરરોજ લાખોની સંખ્યામાં યાત્રિકો અવર જવર કરે છે તથા માલ સામાનની (Goods Train) અવર જવર માટે કાલુપુર સ્ટેશન મુખ્ય સ્થાન છે
કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના 20 જાન્યુઆરી 1863માં થઈ હતી. બોમ્બે, બરોડા અને ભારતીય સેંટ્રલ રેલ્વે ( BB&CI) એ કાલુપુર રેલ્વે સ્ટેશનની સ્થાપના કરી હતી .