
કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક શહેર ખાતે યોજાયેલ ઓપન વર્લ્ડ કપમાં પાવર લિફ્ટિંગમાં અમદાવાદ શહેરની પ્રિશા મૌલિક ઠક્કરે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

પ્રિશા મૌલિક શાંતિ એશિયાટિક સ્કૂલમાં ધોરણ 11 માં અભ્યાસ કરે છે.

પ્રિશા ઠક્કર વગર ટ્રેનિંગ એ રશિયાથી આગળ આવેલા કિર્ગિસ્તાનનીમાં યોજાયેલ વિશ્વ સ્તરીય પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

પ્રિશા ઠક્કરે squat અને bench press માં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. જેમાં તેને બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

હાલમાં પ્રિશા ઠક્કરનું પગનું ઓપરેશન થયું હોવા છતાં તેણે 50 કિલો ની deadlift મારી વર્લ્ડ રેકોર્ડ બનાવી પાવર લિફ્ટિંગ ચેમ્પિયન બની છે.

આ બે ગોલ્ડ મેડલ તેણે ફૂલ પાવર લિફ્ટિંગ અને બીજો individual deadlift માં મેળવ્યો છે.