Ahmedabad: એરપોર્ટ પર હજ યાત્રાને લઈને આવી વિશેષ વ્યવસ્થા પ્રથમ વખત ઉભી કરાઈ

|

Jun 21, 2022 | 8:04 PM

મુસ્લિમ સમુદાય ( Muslim community ) માટે સૌથી મહત્વની ગણાતી હજ યાત્રાની શરૂઆત થઈ છે, ત્યારે પ્રથમ દિવસે 380 જેટલા હજ યાત્રી ( Hajj pilgrims ) ઓ અમદાવાદ એરપોર્ટ ( Ahmedabad Airport ) ખાતેથી હજ યાત્રા કરવા રવાના થયા.

1 / 5
હજ યાત્રા શરૂ થઈ ચુકી છે. ત્યારે આ હજ યાત્રાને લઈને સામાજિક સંસ્થાઓ સાથે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એરપોર્ટ પર અલાયદી વ્યવસ્થા હજ યાત્રી માટે ઉભી કરાઈ છે.

2 / 5
મુસ્લિમ સમુદાય માટે હજ યાત્રા સૌથી મોટી અને મહત્વની યાત્રા ગણાય છે. જે યાત્રા આવવાની મુસ્લિમ સમુદાયના લોકો વર્ષોથી રાહ જોતા હોય છે અને યાત્રા આવતા મોટાભાગના લોકો હજ યાત્રા પર જાય છે. જે યાત્રિકો માટે વિવિધ NGO આગળ આવે છે. જોકે આ વખતે NGO સાથે એરપોર્ટ ઓથોરિટી વ્યવસ્થામાં જોડાઈ છે. વિવિધ સામાજિક સંસ્થા દ્વારા ડોમ બનાવાયા છે. તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પણ વિશેષ ડોમ તૈયાર કરાયો છે. જો કે પ્રથમ વખત આવું બની રહ્યું છે .

3 / 5
એરપોર્ટ ઓથોરિટી દ્વારા જે ડોમ તૈયાર કરાયો છે. જેમાં વરસાદી પાણી ન ઉતરે તેનું ધ્યાન રખાયું. લાઈટ પંખાની વ્યવસ્થા કરવામાં આવી તો NGO દ્વારા હજ યાત્રીઓએ તેમના પરિવાર માટે ડોમ બનાવ્યા. હજ યાત્રીઓ માટે અલગ પાર્કિંગ વ્યવસ્થા ઉભી કરાઈ તો પ્રથમ વખત એરપોર્ટ દ્વારા 5થી વધુ ચેક ઇન કાઉન્ટર ડોમ પાસે ઉભા કરાયા છે.

4 / 5
તમામ વ્યવસ્થા ડોમેસ્ટિક એરપોર્ટ પર ઉભી કરાઈ છે. એટલું જ નહીં પણ એરપોર્ટ ઓથોરિટીને દર વર્ષે અગવડતા થતી હોવાની ફરિયાદ મળતી હતી. જે અગવડતા દૂર કરવા માટે હજ યાત્રીને કાર્ગો વિભાગ તરફથી એન્ટ્રી અપાતી હતી, તેના બદલે આ વર્ષે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી અલગ જગ્યા ફાળવી એન્ટ્રી સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. જે ડોમેસ્ટિક એરપોર્ટથી ઈન્ટરનેશનલ એરપોર્ટ જવા માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા અલાયદી બસની પણ વ્યવસ્થા કરાઈ છે.

5 / 5
12 દિવસમાં 11 જેટલી ફ્લાઈટ હજ યાત્રા માટે ચાલશે. જેમાં એક ફ્લાઈટમાં 300 હજ યાત્રી મુસાફરી કરશે. એટલે કે 12 દિવસમાં 11 ફ્લાઈટમાં 3 હજાર ઉપર હજ યાત્રી મુસાફરી કરશે. જે તમામ હજ યાત્રીઓને હાલાકી ન પડે તેના પર NGO સાથે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ વર્ષે વિશેષ ધ્યાન અપાયું છે. જેથી તેમની આ હજ યાત્રા વગર વિઘ્ને પાર પડી શકે.

Next Photo Gallery