
જેને ભણવું જ હોય છે તેઓ કોઈ સગવડતા મોહતાજ નથી હોતા. નિકુલ પણ રામદેવ નગર સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે સ્કૂલ સિવાય નું ભણવાનું તે રસ્તાની કિનારે બેસીને કરે છે જેમાં તેને કોઈ અગવડતા નથી લાગતી.

નિકુલ ભણવામાં જેટલો હોશિયાર છે તેટલો જ સરળ અને માયાળુ સ્વભાવનો પણ છે નિકુલ પાસે લોકોમાં માસ્ક ખરીદવા આવે છે ત્યારે તેની નિર્દોષ વાતોથી લોકોના દિલ જીતી લે છે તે ભણવાનું અને માસ્ક વેચવાનું બંને કાર્યો સુંદર અને સહજ રીતે કરે છે કે લોકોને તેની સાથે માયા બંધાઈ જાય છે કેટલાક લોકો તો તેને પોતાના બાળકની જેમ વહાલ પણ કરે છે.

સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી આ રીતે ફૂટપાથ પર બેસીને માસ્ક વેચાતા અને સ્કૂલ નું લેસન કરતા નિકુલ મહેનત જોઈને જેમને માસ્ક ખરીદવાની જરૂર નથી હોતી તેઓ પણ માસ્ક ખરીદીને તેના આ પરિશ્રમ ને સફળ બનાવવામાં મદદ કરે છે.

લક્ષ્મી ઉપાસના અને સરસ્વતી ઉપાસના નો આ સુભગ સમન્વય નિકુલ કરી રહ્યો છે ખૂબ જ નિર્દોષ ભાવે કરાતી આ ઉપાસના નિકુલના દ્રઢ મનોબળની પ્રતીતિ કરાવે છે લાખો રૂપિયા ખર્ચીને અત્યંત આધુનિક, એસી અને સુવિધાવાળી સ્કૂલ માં ભણતા બાળકો માટે નિકુલ એક આદર્શ છે.