
"અમદાવાદના રાજા" તરીકે જાણીતા ગણેશજીના દર્શન તમે નેહરુ નગર પાસે આવેલ સહજાનંદ કોલેજની બાજુમાં કરી શકો છો. આશરે 7 થી સાડા 7.50 ફૂટની માટીના ગણેશની આ મૂર્તિ ખૂબ જ મનમોહક છે. છેલ્લા 17 વર્ષથી અહીં સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભક્તો અહીં 7 દિવસ સુધી ગણપતિજીના દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ ગણેશ ઉત્સવ પાછળ આશરે પાંચથી સાત લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને ભક્તોને દર્શન,પ્રસાદ, મહાઆરતી વગેરેનો લાભ લઈ આપવામાં આવે છે.

1200 કિલોગ્રામના માટીના આ ગણેશજી ગુરુકુળ રોડ ઉપર બિરાજમાન છે. 6 ફૂટની મૂર્તિની ઊંચાઈ ધરાવતા આ ગણેશની ગુરુકુળના મહારાજા તરીકે જાણીતા છે. 10 દિવસ ચાલનારા આ ગણેશ ઉત્સવમાં આશરે 1000 થી 1500 લોકો દરરોજ ગણેશજીના દર્શન કરી ઘન્યતાનો અનુભવ કરે છે.
Published On - 8:53 pm, Sun, 24 September 23