
જો પેટ્રોલ નાખતા સમય તેમાં આગ લાગી જાય તો પંપ પર ગંભીર અકસ્માત થઈ શકે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવો પણ જરૂરી છે, પરંતુ પંપ પર આ નિયમ સાથે ખુલ્લેઆમ રમત રમી અને વિના સંકોચે બોટલોમાં પેટ્રોલ ઠાલવવામાં આવે છે.

એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ PETROL PUMP (ESBEE AGENCY) પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે. પોતાના કાર્યથી પેટ્રોલ પંપ પર હાજર લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.
Published On - 3:20 pm, Wed, 6 April 22