ચોરી કર્યા બાદ તેઓ આ ચોરી કરેલ વાહનો અમદાવાદ બહાર ખાસ કરીને હળવદ તથા તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાહકોને સસ્તામાં વેચી દેતા હતા. ગ્રાહકોને આરસી બુક તેમજ અન્ય ડોક્યુમેન્ટ થોડા દિવસોમાં આપીશું તેમ કહી સસ્તી કિંમતના વેચતા હતા. આ રીતે તેઓએ છેલ્લા ત્રણ ચાર માસના સમયગાળામાં ઘણી બધી વાહનચોરીઓ કરી હોવાની કબુલાત આપી છે. વાહનચોર પકડતા શહેરના અનેક વાહનચોરીના ગુનાઓ પણ ઉકેલાયા છે. શહેરના કૃષ્ણનગર, રામોલ, નરોડા, નિકોલ, એલિસબ્રિજ, શાહીબાગ, વેજલપુર, ગુજરાત યુનિ, સરખેજ, સરદારનગર સહિતના પોલીસ મથકમાં વાહન ચોરીના ગુનાઓ નોંધાયા હતા, જે ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે.