
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના સ્ટેટ, પંચાયત ટીમો જિલ્લાની રોડ-રસ્તાની પરિસ્થિતિ મુજબ અલગ અલગ જગ્યાઓ પર જિલ્લાના નોડલ અને કાર્યપાલક ઈજનેર માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના સંકલનમાં રહીને તાલુકા કક્ષાએ ટીમો બનાવી અને એસ.ઓની નિમણૂંક કરવામાં આવેલ હતી.

દરેક ટીમમાં જરૂરીયાત મુજબ જેસીબી, ટ્રેકટર, અને ડમ્પર સહિતની મશીનરીઓથી સાથે સજ્જ રાખવામાં આવી હતી. આયોજન, સમયસૂચકતા, ટીમોની એકતા તેમજ સંકલનના પરિણામ સ્વરૂપે શક્તિશાળી બિપરજોય વાવાઝોડામાં જિલ્લામાં એક પણ રસ્તો બંધ થવાના પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે દિશામાં કાર્ય અને આપત્તિનો સામનો કરવામાં સુચારૂ આયોજન કરવામાં સફળ રહ્યું હતું. (Input Credit: Yogesh Joshi)