
અદાણીએ ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, “જ્યારે તમે તમને ગમતું કામ કરો છો, ત્યારે તમારું કામ અને જીવન સંતુલિત રહે છે.આપણા માટે પરિવાર અને કામ બંને મહત્વના છે; આ સિવાય આપણી બીજી કોઈ દુનિયા નથી. અમારા બાળકો પણ આ જોઈને અપનાવે છે. તેઓ પણ એટલા જ મહેનતુ છે.”

અદાણી ઈન્ટરવ્યુમાં આગળ કહ્યું, “વ્યક્તિગત પાત્ર અને નમ્રતા સૌથી મહત્વની બાબતો છે. મારા મતે, તમારી મિલકત સહિત બાકીનું બધું કૃત્રિમ છે. તમે જે ખાઓ છો, હું પણ એ જ ખાઉં છું. પૈસા તમને તે નક્કી કરવાની શક્તિ આપે છે કે તમે તેનો ઉપયોગ કરીને શું અને કેવી રીતે અસર કરી શકો છો. દરેક વ્યક્તિ જીવનની સફરમાંથી પસાર થઈ રહી છે. અહીં કાયમી રહેવા માટે કોઈ નથી. જ્યારે કોઈ વ્યક્તિ આ સમજે છે, ત્યારે જીવન સરળ બની જાય છે.