
'એક્સિસ માય ઈન્ડિયા'ના એક્ઝિટ પોલ અનુસાર છત્તીસગઢની 90 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસને 42 ટકા વોટ સાથે 40થી 50 સીટ મળી શકે છે, જ્યારે ભાજપને 41 ટકા વોટ સાથે 36થી 46 સીટ મળી શકે છે.

'મેટ્રીઝ'ના અહેવાલ પ્રમાણે કોંગ્રેસ 44થી 52 સુધી સીટો હાંસલ કરી શકે છે અને ભાજપ 34થી 42 સીટો પોતાના નામે કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

'ઈટીજી'એ આપેલા રિપોર્ટ મુજબ 48 થી 56 સીટો કોંગ્રેસના પક્ષે જઈ શકે છે તેમજ ભાજપના પક્ષમાં 32 થી 40 સીટો રહી શકે છે.