રાજકોટના યુવાને આધુનિક પદ્ધતિથી કરી કેસરની ખેતી, અન્યને પણ આપે છે તાલીમ, જુઓ તસવીરો

|

Nov 25, 2023 | 1:06 PM

બ્રિજેશ કાલરીયા નામના યુવકે જમીન અને રસાયણોના ઉપયોગ વગર પાણીના સ્થાને ભેજવાળી હવા અને ઈલેકટ્રીક લાઈટનો યોગ્ય ઉપયોગ કરીને જરૂરી તાપમાન પૂરૂ પાડી આ ખેતી કરી છે.આ પદ્ધતિને ઈન્ડોર એરોફ્રોનિક ફાર્મિંગ કહેવામાં આવે છે. બ્રિજેશ કાલરીયાએ નોકરી છોડીને પોતાના વતન મોવિયામાં પૂર્વજો વખતથી કરાતી પરંપરાગત ખેતીમાં બદલાવ લાવવાની શરૂઆત કરી.

1 / 6
અત્યાર સુધી  લોકોએ કેસરની ખેતી કાશ્મીરમાં જ થતી હોવાનું સાંભળ્યુ હતુ. જોકે રાજકોટના એક યુવાને રાજકોટના જ લોઠડા નજીકના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ઈન્ડસ્ટ્રીયલ શેડની અંદર કેસરની ખેતી કરી બતાવી છે.

2 / 6
બ્રિજેશ કાલરીયા નામના યુવકે જમીન અને રસાયણોના ઉપયોગ વગર પાણીના સ્થાને ભેજવાળી હવા અને ઈલેકટ્રીક લાઈટનો યોગ્ય ઉપયોગ કરીને જરૂરી તાપમાન પૂરૂ પાડી આ ખેતી કરી છે.આ પદ્ધતિને ઈન્ડોર એરોફ્રોનિક ફાર્મિંગ કહેવામાં આવે છે.

3 / 6
બ્રિજેશ કાલરીયાએ નોકરી છોડીને પોતાના વતન મોવિયામાં પૂર્વજો વખતથી કરાતી પરંપરાગત ખેતીમાં બદલાવ લાવવાની શરૂઆત કરી. તેમણે એગ્રોફોરેસ્ટ્રીમાં સાગ, સાલ, ચંદન, કાળીજીરી, જેવા અનેક પાકોનું વાવેતર કરીને પરિવર્તનની શરૂઆત કરી છે.

4 / 6
બ્રિજેશ કાલરીયાએ માત્ર કાશ્મીરમાં જ થતા કેસર કે જેની કિંમત પ્રતિ કિલો 3-5 લાખ રૂપિયા છે,એવા મોંઘા કેસરની ખેતી માટે 15બાય 15 ફૂટનો કોલ્ડ ફાર્મિંગ રૂમ તૈયાર કર્યો છે. જેમાં માટી તેમજ પાણીના માધ્યમ વિના અને સૂર્યપ્રકાશની ગેરહાજરીમાં કેસરની ખેતી કરી છે. આ રૂમનું તાપમાન 5 ડિગ્રીથી 25 ડિગ્રી સુધીનું તાપમાન રાખવામાં આવે છે. બીજા પાકો માટેનું તાાપમાન તેમની જરૂરીયાત મુજબ સેટ કરવામાં આવે છે.

5 / 6
 તેમના જણાવ્યા પ્રમાણે કેસરનું બિયારણ 1 કિલોના 600 થી 1 હજાર રૂપિયાના ભાવે મળે છે. કેસરનું બીજ ડુંગળીના દડાની સાઈઝનુ હોય છે.  તેનું વજન 5 ગ્રામથી 30 ગ્રામ સુધીનુ હોય છે. 1500 કિલો બિયારણમાંથી દોઢ થી બે કિલો કેસરનું ઉત્પાદન લઈ શકાય છે.

6 / 6
કેસરના એક કંદમાંથી એકથી ત્રણ સ્યૂટ નીકળે છે. જેમાં એકથી બે ફૂલ તૈયાર થાય છે. 20  ગ્રામથી મોટા બલ્બમાં મોટી સાઈઝના સ્યુટ અને ફુલો નીકળે છે.

Next Photo Gallery