
દુધાધારી મહાદેવ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હિતેશ સેવકના કહેવા પ્રમાણે આ સ્થાનકનો ઉલ્લેખ ભગવત ગીતાના 11 માં અધ્યાયના ચોથા સ્કંધમાં કરવામાં આવ્યો છે. આશરે 250 વર્ષ પહેલા નદીએ વહેણ બદલતા અહીંયા આશ્રમ ખસેડવામાં આવ્યો અને 1905 માં દુધાધારી મહાદેવ મંદિર નો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો.

હિતેશ સેવકના જણાવ્યા પ્રમાણે આશરે 700 થી 800 વર્ષ પહેલાં અહીં અઘોરી સાધુઓ આવ્યા હતા. તેમને આ સ્થાનકમાં ઉર્જા જણાતા અહીં જ પોતાનો ધુણો ધખાયો હતો. તેમના એક અઘોરી બાબાએ આજ સ્થાને કે જીવતા સમાધિ લીધી હતી. આ સમાધિ સ્થળની સાથે દુધાધારી મહાદેવનું મંદિર પણ આવેલું છે અને દધીચિ ઋષિના આશ્રમ પણ આવેલો છે.