દુનિયાના 8 રહસ્યમય જગ્યા, જેના રહસ્યો આજે પણ વણ ઉકેલાયેલા, અહીં વિજ્ઞાને પણ હાર સ્વિકારી

Mysterious Places On Earth: દુનિયાભરમાં એવી ઘણી જગ્યાઓ છે જેનું અસ્તિત્વ આજે પણ રહસ્યમય છે. કેટલાક કહે છે કે તે એલિયન્સનું છુપાવાનું સ્થાન છે, જ્યારે અન્ય લોકો કહે છે કે તે બીજી દુનિયાનો દરવાજો છે.

| Updated on: Apr 21, 2025 | 12:54 PM
4 / 8
ફાયરફોલ – ન્યૂ યોર્ક:સામાન્ય રીતે પાણી અને આગ સાથે રહી શકે નહીં, પણ ન્યૂ યોર્કના ચેસ્ટનટ રિજ પાર્કમાં આવેલા એક વોટરફોલ પાછળ સતત આગ સળગતી જોવા મળે છે. માનવામાં આવે છે કે ત્યાંથી મિથેન ગેસ નીકળે છે અને તે સળગે છે. પરંતુ આ ગેસ ક્યાંથી આવે છે અને કેટલીવાર સુધી આગ સળગે છે તે હજુ સુધી એક રહસ્ય છે.

5 / 8
ફેરી સર્કલ્સ –  નામીબિયાના નાંબી રણપ્રદેશમાં 1100 માઇલના વિસ્તારમાં અનેક ગોળ આકારના ધબ્બાઓ જોવા મળે છે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે આ ઘાસના વિકાસ કે દીમકના કારણે બનેલા છે, તો કેટલાક તેનું કારણ ફંગસ પણ કહે છે. તેમ છતાં તેનો સાચો જવાબ આજ સુધી મળી શક્યો નથી.

6 / 8
સ્ટોનહેન્જ – ઇંગ્લેન્ડ: સ્ટોનહેન્જ એ ઇંગ્લેન્ડમાં આવેલું ઐતિહાસિક સ્થળ છે, જ્યાં લગભગ 25 ટન વજનના પથ્થરો ગોળ ગોઠવીને તેના ઉપર આડા પથ્થરો મૂકવામાં આવ્યા છે. માનવામાં આવે છે કે આ પથ્થરો એવી જૂની ટેક્નોલોજી વડે ગોઠવવામાં આવ્યા છે જે માણસો હજી સાધન બનાવવાનું પણ શીખ્યા નહોતા. કેટલાકના મતે, આ સ્થાન સુર્યના ગતિચક્રને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે.

7 / 8
એરિયા 51 – અમેરિકા:અમેરિકાના નેવાડામાં આવેલી આ ટોપ-સિક્રેટ મિલિટરી બેઝ એ દુનિયાની સૌથી રહસ્યમય જગ્યા ગણાય છે. અહીં UFO જોવામાં આવ્યા હોવાની થિયરીઓ છે. માનવામાં આવે છે કે અહીં એલિયન્સથી સંબંધિત માહિતી છુપાવવામાં આવી છે.

8 / 8
પિરામિડ્સ – ઇજિપ્ત: ઈજિપ્તના પિરામિડ લગભગ 4500 વર્ષ જૂના છે. અદભૂત નિમારણ કૌશલ્યથી બનેલા આ પિરામિડ કેવી રીતે અને કઈ તકનીકથી ઊભા કરવામાં આવ્યા તે આજ સુધી એક મોટું રહસ્ય છે. એટલા મોટા પથ્થરો કેવી રીતે ઊંચકીને ગોઠવ્યા એ અંગે આજ સુધી સ્પષ્ટ જવાબ નથી.