
ગાજર અને બીટનો રસ સ્વાસ્થ માટે ફાયદાકારક છે. ગાજરમાં રહેલા નાઈટ્રેટ બ્લ્ડના ફ્લોમાં સુધારો કરે છે. આટલું જ નહિ તેમાં બીટા-કૈરોટીન હોય છે. જે રક્તવાહિનીઓને સાફ કરવામાં મદદ કરે છે. ગાજર અને બીટનો રસ હૃદયને સ્વસ્થ બનાવવામાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. (photo : vaya.in)

કાકડી માત્ર ઉનાળામાં જ ફાયદાકારક નથી, પરંતુ શિયાળામાં પણ તેને ખાવી ફાયદાકારક છે. તે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે, તેથી તે પાચનને સ્વસ્થ રાખે છે. આ સિવાય તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ અનેક બીમારીઓનું જોખમ ઘટાડે છે. ( photo :bebodywise.com)