
જો મહિલાઓ લાંબા ગાળા માટે રોકાણ કરવા માંગતી હોય તો પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એક સરસ યોજના છે. નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 500 રૂપિયા PPFમાં જમા કરાવવા જરૂરી છે. તેમાં ઓછામાં ઓછા 15 વર્ષ માટે રોકાણ કરવું પડશે. સાત વર્ષ પછી આંશિક ઉપાડની સુવિધા પણ ઉપલબ્ધ છે. હાલમાં તેના પર વાર્ષિક 8.1 ટકા વ્યાજ મળે છે.

નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં ગેરંટીડ રિટર્ન ઉપલબ્ધ છે. આ માટે લોક ઇન પીરિયડ 5 વર્ષ છે. આમાં ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. હાલમાં વ્યાજ દર 6.8 ટકા છે.

જો મહિલાઓની રુચિ શેરબજારમાં હોય તો તેઓ સીધા જ ઈક્વિટીમાં રોકાણ કરી શકે છે. આમાં વળતર વધારે છે પરંતુ જોખમ પણ વધારે છે. ઈન્ટરનેટ પર રોકાણ વિશે યોગ્ય જગ્યાએથી માહિતી મેળવો. યોગ્ય સ્ટોક પસંદ કરો. જો તમે યોગ્ય સમયે યોગ્ય સ્ટોકમાં રોકાણ કરો છો, તો તમને સારું વળતર મળી શકે છે. પણ તેમ છતા રોકાણ કરતા પહેલાં નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લેવી જોઈએ.