
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પર્યટન સ્થળોના વિકાસ અને તેના આકર્ષણ પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે. જે મુજબ હવે ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત દ્વારા નવા પ્રોજેક્ટને લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ માટે 18.83 કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવશે. આ સંભવિત ખર્ચ સાથેના ટેન્ડરની પ્રક્રિયા પણ કરી દેવામાં આવી છે. જેના થકી ભવ્ય લાઈટીંગ સહિતનો નજારો જોવા મળશે.

રાણીની વાવ 900 વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવે છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ રાણીની વાવ પ્રવાસીઓમાં ખૂબ જ આકર્ષણ ધરાવે છે. અહીંની દિવાલો અને સ્તંભો પર અદ્ભૂત કલાકૃતિઓ અને શિલ્પો કોતરવામાં આવી છે.