
શ્રાવણ માસના પવિત્ર માસમાં પૂજા અર્ચના કરવાથી આખા વર્ષનું ફળ મળતું હોવાથી પણ લોકો દર્શન કરવા માટે આવે છે.

ચકોડીયા મહાદેવ મંદિર 200 વર્ષ કરતા જૂનું અને 40 વર્ષથી 20 ફૂટ ઊંચું શિવલિંગ તેમજ બાર જ્યોતિર્લિંગ હોવાથી ભક્તોમાં આ મંદિરને લઈને વિશેષ મહત્વ છે.

ચકોડીયા મહાદેવ મંદિર ખાતે દર્શન માટે લોકોની ભીડ જોવા મળતી હોય છે તેમજ શહેરમાં વિવિધ શિવ મંદિરોમાં પણ ભક્તો દર્શન કરવા માટે ઉમટી પડે છે.