Urvish Soni | Edited By: Sagar Solanki
Aug 15, 2023 | 7:54 PM
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ અંતર્ગત સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામનું સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે કરાઇ ઉજવણી.
સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધિક શ્રાવણ માસ 15 મી ઓગસ્ટ સાથે પવિત્ર મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને તિરંગાના ફુલો વડે દિવ્ય શણગાર ધ્રાવવામાં આવ્યો હતો.
આ દિને સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ. કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
અધિક શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે. તથા મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં સુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ દરમ્યાન હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવી હતી.