જે કાનૂન 1950માં પસાર કરીને, લાગુ પાડી દેવો જોઈતો હતો…..

|

Jul 03, 2023 | 9:00 PM

એવું નથી કે આ આફત એકલા કાશ્મીરમાં (Kashmir) જ છે. દક્ષિણમાં કેરલ, કર્ણાટક, આંધ્રમાં છે. મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ છે. તેઓને પાન-ઈસ્લામ એટલે કે દુનિયા આખીમાં તેમના મઝહબનું સામ્રાજ્ય સ્થાપવું છે.

જે કાનૂન 1950માં પસાર કરીને, લાગુ પાડી દેવો જોઈતો હતો.....

Follow us on

ફરીવાર સમાન નાગરિક સંહિતાની વાત ચકડોળે ચડી છે. જે ખૂણેથી જેનો વિરોધ થવાનો જ હતો તે પણ શરૂ થઈ ગયો. તેમાનો એક વર્ગ મુસ્લિમ નેતાઓ, મૌલવીઓ, મુલ્લાઓનો છે. વફાદાર મર્દોને જન્નતમાં 72 હૂર મળશે એવું તેમ જગજાહેર કરનારા, અને ઔરતને તલાક, તલાક, તલાક કહીને એકથી વધુ નિકાહની છુટ્ટી આપવામાં માનનારા આ બધા પોતાને કુરાન અને ઈસ્લામના સીધા અધિકારી પ્રવકતા માને છે. હિજાબનું પિંજર ઔરતોના શીલને માટે જરૂરી છે એવું જોરજોરથી કહેનારા પોતાની મરદાનગી પર કોઈ અંકુશ રાખવો જોઈએ તેવા બુરખાની કે બુકાનીની તરફેણ કરતાં દેખાતા નથી.

શાહબાનો કેસ દરમિયાન આવડી મોટી સંસદને પણ અટકાવી હતી ને રાજીવ ગાંધી ગતિશીલ કાનૂન માટેના પ્રયત્નોમાં પાણીમાં બેસી ગયા હતા. બાબરના સેનાપતિએ અયોધ્યામાં રામ જન્મભૂમિના મંદિરને તોડીફોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી એવું માનવાની તૈયારી જ નહિ અને મુકદ્દમો લડતા જ રહ્યા છેવટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યો ત્યારે ચૂપ થયા, હજુ પણ એક વર્ગ તો તેમ માનતો નથી. જ્ઞાનવાપીથી માંડીને બીજે આવા પ્રશ્નો હજુ ચાલુ છે. આનો અર્થ એટલો જ છે કે ભારતીય બંધારણ હેઠળ નાગરિકે દરેક કાનૂન, વ્યવસ્થા અને સ્થિતિને માન્ય કરવી જોઈએ તેનું પાલન અધૂરું રહી જાય છે.

કાશ્મીર તો મુખ્યત્વે રાજકીય મુદ્દો જ હતો, તેને 370મી કલમ એટલા પૂરતી આપવામાં આવી હતી કે પ્રજાને તેનો ફાયદો થાય અને કાશ્મીર ભારતના એક પ્રદેશ તરીકે વિકસિત થાય. તેને બદલે કાશ્મીરના સ્થાનિક નેતાઓ અને પક્ષોએ તે જોગવાઈને કાયમી જાગીર સમજી લીધી અને અલગાવ પેદા કર્યો. પાકિસ્તાનને તો ગઈકાલે અને આજે પણ એજ જોઈએ છે એટલે આખી વાતને મઝહબી બનાવી નાખી. ત્યાંના અલગાવ અને આતંકનો ઈતિહાસ બતાવે છે કે ત્યાં મોટાભાગના સંગઠનો મઝહબી ઉન્માદ સાથે જોડાયેલા રહ્યા!

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આવાં 44 સંગઠનોમાથી કેટલાંકના નામો જુઓ તો પણ ખ્યાલ આવી જાય કે તેમનો ઈરાદો શું છે? જુઓ, હિઝબુલ મુઝાહીદીન, ઈસ્લામિક જમીયત તુલ્બ , અલ્લાહ ટાઈગર્સ, અલ બદર,હિઝબુલ્લા, અલ ખોમેની, હિઝબી ઈસ્લામી, અલ-મહમુદીન, ઈસ્લામિક સ્ટુડન્ટ્સ લીગ, ઈસ્લામિક જ્મ્મુરી કશ્મીર, તેહરીકે જિહાદ, હિઝબ-ઉલ્લાહ-ઈસ્લામિક-જમ્હુરીયા, ઈખવાન – ઉલ- મુસલમાન, હીજ-ઉલ-જેહાદી, અલ-હમઝાહ, અણસાર-ઉલ-ઇસ્લામ, મુસ્લિમ સ્ટુડન્ટ્સ ફ્રન્ટ, જિન્નાહ લિબ્રેશન ટાઈગર, અલ-કરબલા ગ્રૂપ. આ બધાનો ઉદ્દેશ રાષ્ટ્રીય તો ક્યાંથી હોય?

એવું નથી કે આ આફત એકલા કાશ્મીરમાં જ છે. દક્ષિણમાં કેરલ, કર્ણાટક, આંધ્રમાં છે, મહારાષ્ટ્ર , મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ છે. તેઓને પાન-ઈસ્લામ એટલે કે દુનિયા આખીમાં તેમના મઝહબનું સામ્રાજ્ય સ્થાપવું છે. પ્રગતિવાદી અતા-તુલ કમાલ પાસાએ તો ખિલાફ્તના વાવાઝોડાને લગભગ પરાસ્ત કર્યું એટ્લે દુનિયાભરમાં ખિલાફત ચળવળ ચલાવી તેમાં ભારતના કેટલાક વર્ગે ભાગ લીધો, ગાંધીજીએ તેને ટેકો આપ્યો, અને મોપલા વિદ્રોહના નામે અત્યાચારો થયા. ઈતિહાસકારો નોંધે છે કે ગાંધીજી મુસ્લિમોને કોંગ્રેસની મુખ્ય ધારા સાથે જોડવા માટે ખિલાફત ચળવળને ટેકો આપ્યો હતો.

વિધિની વિચિત્રતા તો જુઓ કે મુસ્લિમ નેતૃત્વ કોંગ્રેસમાં પેદા તો થયું, પણ અપવાદને બાદ કરતાં બાકીના ભવિષ્યે પાકિસ્તાનની તરફેણ કરતા થયા. ભાગલાવાદી મુસ્લિમ લીગ પાકિસ્તાનનો મુખ્ય પક્ષ હતો અને રહ્યો એટ્લે અહીં તેની જરૂરત નહોતી એટલું જ નહિ તેવી કોઈ હિલચાલને પ્રતિબંધિત કરી દેવી જોઈતી હતી તેને બદલે નેહરૂ-યુગમાં જ કેરળમાં ચૂટણી જીતવા માટે તેની સાથે કોંગ્રેસે સમજૂતી કરી અને આજે પણ રાહુલ ગાંધીએ છેક લંડનથી એવું પ્રમાણપત્ર આપ્યું કે ભારતમાં લીગ સેક્યુલર છે. ખરેખર? એકવાર તેને કહો તો ખરા કે મુસ્લિમ લીગ નામમાથી મુસ્લિમ શબ્દ હટાવી લે!

પહેલા નાગરિક નોંધણી કાનૂન, પછી 370મી કલમ, ત્યાર બાદ તલાક કાનૂન અને હવે સમાન નાગરિક સંહિતા અર્થાત કોમન સિવિલ કોડ. આનો વિરોધ મુસ્લિમ સંગઠનો તો કરે જ, તેની સાથે વિરોધ પક્ષો પણ ભળ્યા! તેમનામાના કેટલાક ડાહી ડાહી વાતો કરે છે કે આવો કાનૂન તો સર્વસમ્મતિથી થવો જોઈએ, તેઓ સમજે ત્યારે જ લાગુ પાડવા જોઈએ. 1950 માં આ જ વાત બંધારણ ઘડનારાઓએ કરી હતી. પણ 73 વર્ષે પણ આવી ન્યાયિક પ્રક્રિયા કરવાનું એક વર્ગ મુશ્કેલી પેદા કરતો હોય અને આવું ને આવું ચાલે તો ક્યારેય સમાન કાનૂન આવી જ નહિ શકે. ખરેખર તો 1950 માં જ ગભરાયા વિના, દ્રઢતાથી કોમન સિવિલ કોડ લાગુ પાડવામાં આવ્યો હોત તેવી જરૂર હતી. લોકશાહી અને માનવાધિકારના નામે અલગાવને પાળીપોષી શકાય નહિ. વિરોધ તો 370 મી કલમ દૂર કરતી વખતે ક્યાં નહોતો થયો? કાશ્મીર ભડકે બળશે એવી ધમકી આપવામાં આવી હતી પણ કશું થયું નહિ. પ્રજાએ પ્રેમપૂર્વક આ 370-મુક્તિને સ્વીકારી લીધી અને પેલા નેતાઓ ખોવાઈ ગયા. આવું જ સમાન નાગરિક સંહિતા વિષે થશે.

લેખકનો પરિચય :-

પદ્મશ્રી વિષ્ણું પંડ્યા…

વિષ્ણું પંડ્યા ગુજરાતના ઉચ્ચકોટીના જાણીતા પત્રકાર, ચરિત્ર લેખક, કવિ, નવલકથાકાર, લેખક, રાજકીય વિશ્લેષક અને ઇતિહાસકાર છે. તેઓ ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન છે. તેઓ રાજકારણ, ઇતિહાસ અને ઐતિહાસિક સ્થળો પર ગુજરાતી અખબારો અને સામયિકોમાં સૌથી વધુ વંચાતી કટારોમાં નિયમિત લખે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં છેલ્લા 40 વર્ષોથી સક્રિય છે. ગુજરાતી દૈનિકોમાં કટાર લખવાની સાથે તેઓ વિશ્વ ગુજરાતી સમાજના જનરલ સેક્રેટરી છે.

(આ લેખમાં વ્યક્ત કરાયેલ વિચારો લેખકના પોતાના છે.)

Next Article