Yummy Recipes : જુઓ કઇ રીતે બને છે સુરતની ખાસ ચટાકેદાર Aloo puri
વિવિધ ચટણીઓનો ઉપયોગ કરાયેલ હોવાથી તેનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ અને મજેદાર લાગશે. ખાસ કરીને બાળકોને આ સુરતી આલું પૂરી બહુ જ પસંદ પડશે.
સુરતી આલુ પુરી
Follow us on
હાલમાં કોરોનાને કારણે લૉકડાઉન જેવી સ્થિતી છે. આવી મહામારીના સમયે બહારનું ખાવુ તમારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી તેવામાં તમે ઘરે જ સારા સારા વ્યંજન બનાવીને તામારા પરિવારને પિરસી શકો છો. તો આવો આજે જોઇએ સુરતની પ્રખ્યાત ચટાકેદાર આલુ પૂરી કઇ રીતે તમે ઘરે બનાવી શકો છો.
સુરતી આલું પૂરી (Surti Aloo Puri) એ સુરતની પ્રખ્યાત ફાસ્ટ ફૂડ વાનગી છે. આ વાનગી બનાવવાની રીત ખુબ જ સરળ ઉપરાંત ઝડપી છે. આપ સુરતની આ પ્રખ્યાત વાનગી ઘર પર ખુબ જ સરળતાથી અને ઝડપથી બનાવી શકો છો. સુરતી આલું પૂરી આપ નાસ્તા સમયે આપના પરિવારજનો અને બાળકોને સર્વ કરી શકો છો. આ વાનગીમાં અલગ અલગ ચટણીઓનો ઉપયોગ કરાયેલ હોવાથી તેનો ટેસ્ટ વધુ સ્વાદિષ્ટ અને મજેદાર લાગશે. ખાસ કરીને બાળકોને આ સુરતી આલું પૂરી બહુ જ પસંદ પડશે. આપ તેઓને કોઈ પણ સમયે આ વાનગી બનાવીને ઝડપથી સર્વ કરી શકો છો.
સુરતી આલું પૂરી ( Aloo Puri) બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ
સુરતી આલું પૂરી (Quick Surti Aloo Puri) બનાવવાની રીત:
કોકમ ચટની બનાવવા માટે સૌ પ્રથમ કોકમને નવશેકા પાણીમાં ૫ મિનીટ સુધી પલાળો. ૫ મિનીટ બાદ તેને મિક્ષરના જારમાં નાંખી, તેમાં ૨-૩ ચમચી જેટલો ગોળ અને મીઠું ઉમેરી, સરખી રીતે બ્લેન્ડ કરી લો. આ રીતે કોકમ ચટની તૈયાર થઇ જશે.
હવે લીલી ચટની બનાવવા માટે સૌ પ્રથમ લીલા મરચા, ધાણા, લીંબુનો રસ, નમક, ૧ ચમચી જેટલું પાણી મિક્ષરના જારમાં નાંખી બ્લેન્ડ કરી લો.
હવે પૂરી બનાવવા માટે મેંદાના લોટને એક બાઉલમાં લઇ તેમાં ઘઉંનો લોટ, નમક અને તેલ ઉમેરી મિક્ષ કરી લો. હવે તેમાં જરૂર અનુસાર પાણી ઉમેરી લોટ બાંધી લો અને તેને ૫ મિનીટ માટે એકબાજુ મૂકી દો.
હવે કડાઈમાં તેલ ગરમ કરી, બાંધેલા લોટમાંથી પૂરી વણી લો. આ પૂરી ને ગરમ તેલમાં તળી લો. ત્યારબાદ રગડો બનાવવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી, જયારે તેલ ગરમ થઇ જાય ત્યારે તેમાં ડુંગળી નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં ટામેટા નાંખી તે સોફ્ટ બને ત્યાં સુધી પકાવો. હવે તેમાં આદું-લસણ-મરચાંની પેસ્ટ નાંખી થોડી વાર સાંતળો. હવે તેમાં નમક, હળદર પાવડર, લાલ મરચું પાવડર, બાફેલા લીલા વટાણા, થોડું પાણી ઉમેરી બધાજ મસાલાઓ મિક્ષ કરી લો.
લીલા વટાણાને સ્મેશરની મદદથી સ્મેશ કરી તેને ૫ મિનીટ સુધી પકાઓ. ૫ મિનીટ બાદ ગેસ બંધ કરી દો. હવે રગડો પણ તૈયાર છે.
હવે સૌ પ્રથમ પ્લેટમાં પૂરી લઇ, દરેક પુર પર રગડો નાખો. ત્યારબાદ તેના પર કોકમ ચટની અને લીલી ચટની નાખો. હવે તેના પર થોડો ચાટ મસાલો છાંટો. અને તેના પર ડુંગળી અને સેવ મૂકી સુરતી આલું પૂરી સર્વ કરો.