
ફાધર્સ ડે મનાવવાની શરૂઆત અમેરિકન મહિલા સોનોરા સ્માર્ટ ડોડે કરી હતી. 1910માં સ્માર્ટ ડોડેના જન્મ બાદ તુરંત જ તેની માતાનું નિધન થઇ ગયું હતું. આ બાદ પિતાએ જ તેનું ભરણપોષણ કર્યું હતું. તેથી સોનોરાના મનમાં વિચાર આવ્યો કે, એક દિવસ પિતાના નામ પર હોવો જોઈએ. આ બાદ ફાધર્સ ડેની શરૂઆત થઇ. ફાધર્સ ડે દર વર્ષે જુન મહિનાના ત્રીજા રવિવારે ઉજવાય છે. આ વર્ષે 20 જુન 2021ના રોજ મનાવવામાં આવશે.

આજે દીકરીઓ કોઈ ક્ષેત્રમાં પાછળ નથી. તેઓ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે, પરંતુ આજે પણ તેઓને સમાજમાં ઘણી જગ્યાએ ઓછા આંકવામાં આવે છે. જેને ધ્યાનમાં રાખીને, કેટલાક દેશોની સરકારે મળીને સમાનતાને પ્રોત્સાહન આપવા આ પગલું ભર્યું હતું. જેથી લોકો જાગૃત થાય અને દરેક માનવીને સમાન સમજે. આ વર્ષે Daughter's Day 26 સપ્ટેમ્બર 2021ના રોજ ઉજવાશે.

સંયુક્ત રાષ્ટ્રએ 20 નવેમ્બરને બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો. આને ધ્યાનમાં રાખીને ભારતમાં પણ, 20 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. ભારતમાં આઝાદી પછીનો પ્રથમ બાળ દિવસ વર્ષ 1959 માં ઉજવવામાં આવ્યો. પરંતુ વર્ષ 1964 માં વડા પ્રધાન પં. જવાહરલાલ નહેરુના અવસાન બાદ 14 નવેમ્બરના રોજ તેમના જન્મદિવસની ઉજવણી રૂપે આ દિવસને બાળ દિવસ જાહેર કરવામાં આવ્યો. વિશ્વમાં 20 નવેમ્બર અને ભારતમાં 14 નવેમ્બરે આ દિવસ ઉજવાય છે.