ખાખી રંગ અને પોલીસ એક બીજાનો પર્યાય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના આ શહેરમાં પોલીસની વર્દી સફેદ છે?

તમને જાણીને નવાઈ થશે કે ભારતમાં જ એક એવું શહેર છે કે જ્યાં પોલીસનો યુનિફોર્મ ખાખી નહીં, પરંતુ સફેદ છે! ખાખી વર્દી જોતાં ભલભલા બદમાશોને પરસેવો વળી જતો હોય છે, ત્યારે આ શહેરની પોલીસની વર્દીનો રંગ શાંતિના પ્રતિક સમાન સફેદ કેમ?

ખાખી રંગ અને પોલીસ એક બીજાનો પર્યાય છે, પરંતુ શું તમે જાણો છો કે ભારતના આ શહેરમાં પોલીસની વર્દી સફેદ છે?
| Edited By: | Updated on: Jun 20, 2021 | 5:52 PM

પોલીસ (Police) નામ વિચારતાની સાથે જ રુઆબદાર ખાખી વર્દી (Khakhi Uniform)માં સજ્જ પોલીસ જવાનની એક છબી મનમાં ઉપસી આવે. કહેવાય છે કે ખાખી રંગ એ પોલીસનો પર્યાય બની ગયા છે, હિન્દી ફિલ્મોની પોલીસ તો પોતાની ખાખી વર્દીના કસમ ખાતા પણ જોવા મળે છે.

 

ત્યારે તમને જાણીને નવાઈ થશે કે ભારતમાં જ એક એવું શહેર છે કે જ્યાં પોલીસનો યુનિફોર્મ ખાખી નહીં, પરંતુ સફેદ છે! ખાખી વર્દી જોતાં ભલભલા બદમાશોને પરસેવો વળી જતો હોય છે, ત્યારે આ શહેરની પોલીસની વર્દીનો રંગ શાંતિના પ્રતિક સમાન સફેદ કેમ?

 

પશ્ચિમ બંગાળ (West Bengal)માં બે પ્રકારની પોલીસ કામ કરી રહી છે. બંને અલગ અલગ રંગના યુનિફોર્મ પહેરે છે. કોલકાતા પોલીસ (Kolkata Police) સફેદ રંગના યુનિફોર્મ (White Uniform) પહેરે છે. જ્યારે પશ્ચિમ બંગાળ પોલીસ ખાખી વર્દીમાં જોવા મળે છે.

 

સમગ્ર ભારતમાં પોલીસ (Police)ની વર્દી (Uniform)નો રંગ ખાખી જ છે. પરંતુ તમને જાણીને નવાઈ થશે કે ભારતમાં એક એવું પણ રાજ્ય છે કે જ્યાં પોલીસ બે અલગ અલગ રંગની યુનિફોર્મ પહેરે છે. શા માટે અહીંની પોલીસ સફેદ રંગની વર્દી પહેરે છે?  તે આપણે અહીં જાણવાની કોશિશ કરીશું. આ જાણીને આપને જરૂર એક પ્રશ્ન થાય કે શા માટે આખા ભારતમાંથી માત્ર કોલકાતા પોલીસ જ સફેદ વર્દીમાં જોવા મળે છે? તેના આ ડ્રેસકોડ પાછળ બ્રિટિશકાળનો ઈતિહાસ છે.

Kolkata police wear white uniform instead of khaki

કોલકાતા પોલીસનું ગઠન બ્રિટિશ સામ્રાજ્ય દરમ્યાન 1845માં થયું હતું. એક માહિતી મુજબ 1847માં એક અંગ્રેજ ઓફિસર હેરી લેમ્સ્ડેમે પ્રથમવાર પોલીસની વર્દીનો રંગ ખાખી પસંદ કર્યો હતો. ફરજ દરમ્યાન સફેદ રંગ વધુ મેલો થવાને લીધે પણ ખાખી રંગ પસંદ કર્યાનું અનુમાન છે.

 

પરંતુ આપને જણાવી દઈએ કે આની પાછળ એક વૈજ્ઞાનિક કારણ પણ છે. અંગ્રેજોએ એમ જ કઈ સફેદ રંગ પસંદ નહોતો પસંદ કર્યો! સમુદ્રના કારણે અહીં સમગ્ર વર્ષ દરમ્યાન ગરમી અને ભેજ રહે છે. જેને લઈને વર્દીનો સફેદ રંગ સૂર્યના કિરણોને રીફલેક્ટ કરીને ગરમીથી બચાવે છે. 1947 બાદ અંગ્રેજોનું રાજ તો ચાલ્યું ગયું, પરંતુ અહીં તેની નિશાની છોડી ગયું.

 

સ્વતંત્ર ભારતે પોલીસ વર્દી તરીકે ખાખી તો અપનાવી લીધી, પરંતુ કોલકાતા પોલીસ પહેલાથી સફેદ વર્દી પહેરવાને ટેવાયેલી હોવાથી ખાખી રંગને જલ્દીથી સ્વીકારી ન શકી અને તેનું ઉપર મુજબનું વૈજ્ઞાનિક કારણ પણ દર્શાવાયું કે દરિયાકાંઠાના વિસ્તારમાં ભેજ અને દરમીના લીધે સફેદ કપડામાં શરીરને ગરમીમાં થોડી રાહત રહે છે. છેવટે આ તર્કનો સ્વીકાર કરવામાં આવ્યો અને સફેદ યુનિફોર્મની છૂટ આપવામાં આવી.

 

આ પણ વાંચો: Father’s Day: પિતાને લીવર આપવા માટે પુત્રએ 3 મહિના કર્યો અથાગ પરિશ્રમ, 8 કિલો વજન ઘટાડી ટ્રાન્સપ્લાન્ટ માટે પોતાના શરીરને કર્યુ તૈયાર