ના હોય! તો આ કારણે મચ્છરો પીવે છે માણસોનું લોહી? કારણ જાણીને અચંબિત થઇ જશો

|

Jun 10, 2021 | 11:17 AM

તમે જાણો છો કે મચ્છર (Mosquito) કેમ માણસનું લોહી ચૂસતા હોય છે? તમને જણાવી દઈએ કે દુનિયાની શરૂઆતમાં મચ્છરને લોહી ચૂસવાની આદત ન હતી. તો જાણો આ વૈજ્ઞાનિક કારણ.

ના હોય! તો આ કારણે મચ્છરો પીવે છે માણસોનું લોહી? કારણ જાણીને અચંબિત થઇ જશો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ઉનાળાની ગરમી આકારો તાપ વરસાવી રહી છે. સાથે સાથે ઘણી જગ્યાએ માવઠા પણ થઇ રહ્યા છે. ઉનાળામાં આપણા ત્યાં મોટાભાગે લોકો બહાર આંગણામાં કે અગાસીમાં સુવાનું પસંદ કરે છે. અને આ સમયે મચ્છરોની પણ સમસ્યા ખુબ વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે મચ્છર (Mosquito) કેમ માણસનું લોહી ચૂસતા હોય છે? તમને જણાવી દઈએ કે દુનિયાની શરૂઆતમાં મચ્છરને લોહી ચૂસવાની આદત ન હતી.

મચ્છરોએ મનુષ્ય અને અન્ય પ્રાણીઓનું લોહી પીવાનું શરૂ કર્યું કારણ કે તે શુષ્ક જમીનમાં રહેતા હતા. જ્યારે ત્યાં હવામાન શુષ્ક રહેતું હતું અને મચ્છરોને તેમના પ્રજનન માટે પાણી મળતું ન હતું, ત્યારે તેઓ મનુષ્ય અથવા પ્રાણીઓના લોહી ચૂસવાનું શરૂ કરી દેતા હતા.

ન્યૂ જર્સીની પ્રિન્ટ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકોએ કેટલાક સમય પહેલા આફ્રિકાના એડીસ એજિપ્ટી મચ્છરો (aedes aegypti mosquitoes) પર અધ્યયન કર્યું હતું. આ એ જ મચ્છર છે જેના કારણે જીકા વાયરસ ફેલાયો હતો. ડેન્ગ્યું અને પીળો તાવ પણ આ મચ્છરના કારણે આવે છે. ન્યૂ સાયન્ટિસ્ટમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ આફ્રિકાના મચ્છરોમાં એડીસ એજિપ્ટી મચ્છરની ઘણી પ્રજાતિઓ છે. બધી જાતિના મચ્છર લોહી પીતા નથી. તેઓ બીજી ઘણી ચીજો ખાઈ અને પીને પોતાનું ગુજરાન ચલાવે છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

પ્રિંસ્ટન યુનિવર્સિટીના સંશોધનકાર નુહ રોઝે આ અહેવાલમાં દાવો કર્યો છે કે મચ્છરોની વિવિધ જાતોના આહારનો આજ સુધી કોઈએ અભ્યાસ કર્યો નથી. અમે આફ્રિકાના પેટા સહારન ક્ષેત્રમાં 27 સાઇટ્સ પરથી એડીસ એજિપ્ટી મચ્છરના ઇંડા એકત્રિત કર્યા. આ ઇંડામાંથી મચ્છરોને ઉછેરવાની મંજૂરી આપવામાં આવી હતી. પછી માનવીઓ, અન્ય પ્રાણીઓ, ગિની પિગની લેબના બંધ બોક્સમાં છોડી દેતા જેથી તેઓ તેમની લોહી પીવાની પેટર્નને સમજી શકે. એડીસ એજિપ્ટી મચ્છરના વિવિધ જાતિના મચ્છરોની ખાવાની ટેવ સંપૂર્ણપણે અલગ હોવાનું બહાર આવ્યું છે.

આ રિપોર્ટમાં નોઆહનું કહેવું છે કે બધા મચ્છર લોહી ચૂસે છે ટે વાત બિલકુલ ખોટી સાબિત થઇ ગઈ. હુઆ યૂના જે વિસ્તારમાં સુકું પડ્યું હોતું અથવા ગરમી વધુ હતી અને પાણી ઓછું હતું ત્યાના મચ્છરો પ્રજનન માટે લોહી પીતા હતા. તેમને પ્રજનન માટે ઉષ્માની જરૂર પડે છે. અને પાણીની ઉણપને પૂરી કરવા માટે મચ્છર મનુષ્યો અને અન્ય જીવોનું લોહી ચૂસવાનું શરુ કરી ડે છે.

મચ્છરોની અંદરનો આ પરિવર્તન કેટલાક હજાર વર્ષોમાં આવ્યો છે. એડીસ એજિપ્ટી મચ્છરોની વિશેષતા એ હતી કે વધતા શહેરોને લીધે તેઓને પાણીની તંગીનો સામનો કરવો પડ્યો. તે પછી, તેઓએ માણસનું રક્ત પીવાની જરૂર શરૂ કરી.

 

આ પણ વાંચો: એલોપથી વિવાદ બાદ વેક્સિનને લઈને બાબા રામદેવના બદલાયા સુર, કહ્યું- જલ્દી જ લેશે વેક્સિન

આ પણ વાંચો: કોરોના: Monoclonal Antibody Therapy નીવડી શકે છે કારગર, 12 કલાકમાં સ્વસ્થ થયા દર્દી

Next Article