TV9 ગુજરાતી હાસ્યનો ડાયરો : તમને ખડખડાટ હસાવવા અમે લઇને આવ્યા છીએ બેસ્ટ ટુચકાઓ

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે.

TV9 ગુજરાતી હાસ્યનો ડાયરો : તમને ખડખડાટ હસાવવા અમે લઇને આવ્યા છીએ બેસ્ટ ટુચકાઓ
We have brought you the best jokes to make you laugh out loud
| Edited By: | Updated on: Oct 03, 2021 | 9:48 AM

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

પત્નિ સમોસાને ખોલીને અંદરનો મસાલો ખાઇ રહી હતી.

એટલામાં પતિએ આવીને પુછ્યુ તુ આખું સમોસુ કેમ નથી ખાઇ રહી ?

પત્નિએ જવાબ આપ્યો, હું બિમાર છુ. ડૉક્ટરે મને બહારની વસ્તુ ખાવાની ના પાડી છે.

2

સોનૂ – જો તમારુ પેટ ફુલાઇ રહ્યુ હોય તો ઘબરાવાની જરૂર નથી.

મોનૂ – કેમ ?

સોનૂ – કારણ કે Airbag હંમેશા મોંઘી ગાડીઓમાં જ હોય છે.

3

પત્નિ રિસાઇને – તમે મારુ જરા પણ ધ્યાન નથી રાખતા.

પતિ – અરે એક તુ જ તો છે, જે મારા આ ઘરને સ્વર્ગ બનાવી શકે છે.

પત્નિ – સાચે ડાર્લિંગ… કઇ રીતે ?

પતિ – પિયર જઇને.

4

ગોલૂ એક નર્સના પ્રેમમાં પડી ગયો…

બહુ વિચાર્યા બાદ તેણે તેને પ્રપોઝ કર્યુ અને કહ્યુ…આઇ લવ યૂ સિસ્ટર

5

પત્નિ – રવાના શિરામાં સાકર ઓછી છે.

પતિ – પણ મે તો ઉપમા બનાવ્યો હતો.

પત્નિ – અચ્છા તો પછી મિઠું વધારે છે ઉપમામાં

પતિ બેભાન

6

મેડમ – બેટા, જો ચોર પાછળના દરવાજાથી તમારા ઘરમાં ઘૂસી આવે તો તમે શું કરશો ?

મોલૂ – તો હું 001 પર કોલ કરીશ.

મેડમ – કેમ ?

મોલૂ – તો પોલીસ પણ પાછળના રસ્તાથી આવશે ને

7

પપ્પુ – જરૂરી નથી કે પત્નિ પોતાનો ગુસ્સો લડી-ઝગડીને જ કાઢે. એક બીજો પણ રસ્તો છે.

સોનુ – શું ?

પપ્પુ – તે જાડી કાચી રોટલી બનાવી અને શાકમાં મીઠું નાખ્યા વગર પણ ગુસ્સો કાઢી શકે છે.

8

પપ્પુ – મારે મારી પ્રેમિકાને કઇંક ગિફ્ટ આપવી છે શું આપુ ?

રાજુ – એક કામ કર, ગોલ્ડની રિંગ આપી દે.

પપ્પુ – કોઇ મોટી વસ્તુ જણાવ

રાજુ – તો એક કામ કર MRF નું ટાયર આપી દે.

8

ગોલૂ – મમ્મી તમે તો કહો છો કે પરીઓ ઉડી શકે છે, તો પછી બાજુ વાળા આંટી કેમ નથી ઉડતા ?

મમ્મી – તે ક્યારથી પરી બની ગઇ ?

ગોલૂ – પપ્પા તો આંટીને પરી કહે છે.

મમ્મી – તો તો બેટા આજે પરી પણ ઉડશે અને તારા પપ્પા પણ

 

આ પણ વાંચો –

RCB vs PBKS, LIVE Streaming: આજે દિવસની પ્રથમ મેચ RCB અને પંજાબ વચ્ચે રમાશે, જાણો ક્યારે ક્યાં અને કેવી રીતે જોઇ શકાશે મેચ

આ પણ વાંચો –

Ahmedabad: કન્ઝ્યુમર કોર્ટનો મહત્વનો ચુકાદો, ધૂમ્રપાન કર્યા વગર પણ થઈ શકે કેન્સર, વીમા કંપનીએ કરવું પડશે ચૂકવણું