Tree House Photos : એક પ્રકૃતિ પ્રેમી એન્જિનિયરનું ઘર કેવું હોય ? વૃક્ષ કાપ્યા વગર તેના પર બનાવ્યું ‘સપનાનું ઘર’

|

Jun 22, 2021 | 6:00 PM

Tree House Photo: એક બાજુ ભારત સરકાર GO GREEN ના સૂત્રને લઈને વૃક્ષો વાવવા લોકોને પ્રેરિત કરે છે, તો એક તરફ વિકાસના નામે લાખો વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહું છે. તો ફિલિપાઈન્સમાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવવા માટે ફરજિયાત 10 વૃક્ષો વાવવાનો નિયમ છે. આ બંને બાબતોમાં વૃક્ષોના મહત્વને યથાર્થ કરતી એક અનોખી વાત કરવા જઈ રહ્યા છીએ જ્યાં વૃક્ષ કાપવાને બદલે તેની પર જ ઘર બનાવી દીધું છે.

1 / 6
રાજસ્થાનના ઉદયપુર (Udaypur) માં રહેતા પ્રકૃતિપ્રેમી એવા એન્જિનિયર કુલદીપસિંહ (કેપી સિંહ) એ આવુ જ કઈક ખાસ પોતના સપનાનું ઘર બનાવ્યું છે. આ ઘરની ખાસ વાત એ છે કે એક આંબાના ઝાડ પર આ ઘર બનવાવવામાં આવ્યું છે અને આ ઘર બનાવતી વખતે આંબાની એક ડાળખી પણ કાપવામાં આવી નથી. જ્યારે સામાન્ય રીતે ઘર બનાવતી વખતે પ્લાનમાં વચ્ચે આવતા વૃક્ષોને કાપી નાંખવામાં આવતા હોય છે.

2 / 6
કેટલીક જગ્યાએ તો આ વૃક્ષનું થડ અને ડાળીઓનો પણ સુંદર રીતે ઉપયોગ કરી લેવામાં આવ્યો છે. તેમણે આ વૃક્ષની ડાળખીઓને ધ્યાનમાં રાખીને ઘરની ડિઝાઇન તૈયાર કરી છે. આ વૃક્ષની શાખાઓને ક્યાક સોફાની જેમ ઉપયોગમાં લીધી છે, તો ક્યાક ટીવી સ્ટેન્ડની જેમ ઉપયોગ કર્યો છે.

3 / 6
આ ઘર ભલે વૃક્ષ પર બનાવવામાં આવ્યું હોય પણ સામાન્ય ઘરમાં હોય તે રીતે રસોડુ, બેડરૂમ, ડાઈનિંગ હૉલ, લાઈબ્રેરી, સહિત તમામ સુવિધાઓથી સજ્જ છે. બેડરૂમ અને રસોડા જેવી અનેક જગ્યાએથી ડાળખીઓ નીકળે છે. જેને લઈને તેમાં ઘર અંદર જ ફળ લાગે છે અને ઘરમાં પક્ષીઓની અવર જવર રહે છે.

4 / 6
1999 માં ઉદયપુરમાં ઘર બનાવવા માટે કેપી સિંહે જમીન શોધવાનું ચાલુ કર્યું હતું. ત્યારે એક પ્રોપર્ટી ડિલરે તેમણે વૃક્ષોવાળી જગ્યા બતાવી હતી અને જણાવ્યું હતું કે વૃક્ષો કાપીને અહી મકાન બનાવી શકાય છે. પરંતુ પર્યાવરણ પ્રેમી એવા એન્જિનિયરે વૃક્ષ કાપવાને બદલે તેના પર મકાન બનવવાની ઈચ્છા દર્શાવી હતી.

5 / 6
આ ઘર જમીનથી 9 ફૂટ ઊંચેથી શરૂ થાય છે. અને લગભગ 40 ફૂટની ઊંચાઈ સુધી જાય છે. આ Tree House ની અંદર જતી સીડીઓ પણ ખાસ છે. આ ઘરને બનાવવામાં માટે ક્યાય સિમેન્ટનો ઉપયોગ કરાયો નથી. તેને સ્ટીલ સ્ટ્રક્ચર, સેલ્યુલર અને ફાઇબરની શીટમાંથી બનાવવામાં આવ્યું છે. આ ઘરની ખાસિયત એ છે કે જ્યારે ભારે પવન ફૂંકાય છે ત્યારે કોઈ ઝુલાની જેમ ઘર ઝૂલતું હોય છે.

6 / 6
કે.પી. સિંહે ITI કાનપુર માંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેમનું આ ઘર જોવા માટે ઘણા પ્રવાસીઓ જાય છે અને લિમ્કા બુક ઓફ રેકોર્ડસમાં પણ આ ઘરને સમાવવામાં આવ્યું છે. આ અદ્ભુત ઘર ત્રણ હજાર ચોરસ ફૂટ કાર્પેટ એરિયામાં બનાવવામાં આવ્યું છે.

Next Photo Gallery