ધારદાર દાંત અને લાંબુ જડબું, સામાન્ય મગરથી ઘણી અલગ છે આ ફોલ્સ મગર, જુઓ શાનદાર PHOTOS

|

Jun 19, 2021 | 7:56 PM

False Alligator : તમે મગરનાં ઘણા વિડીયો અને ફોટો જોયા હશે, પરંતુ આજે અમે અહી જે મગરની વાત કરવા જઈ રહ્યા છીએ તેને ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ મગર સાધારણ મગર કરતાં થોડી અલગ દેખાય છે. તેને ફોલ્સ ઘડિયાલ (મગર) પણ કહે છે.

1 / 5
ફોલ્સ ઘડિયાલ/મગર  (false alligator) જેને સેન્યુલોંગ (Senyulong)ના નામથી પણ ઓળખવામાં આવે છે. જે દ્વીપકલ્પ મલેશિયા, બોર્નીયો, સુમાત્રા અને જાવામાં જોવા મળે છે.

2 / 5
વિશ્વમાં સેન્યુલોંગ મગરની કુલ સંખ્યા આશરે 2,500 થી 10,000 છે. જે ઘેરા લાલ-ભૂરા રંગના હોય છે. જેના શરીરે ઘેરા ભૂરા રંગના અથવા તો કાળા રંગના ધબ્બા હોય છે. તેની પૂંછડી અને પીઠ પર ક્રોસ બેન્ડ હોય છે.

3 / 5
આ મગરનું જડબું ઘણું લાંબુ અને પાતળું હોય છે. તેના જડબાની લંબાઈ પહોળાઈ કરતાં ત્રણ ગણી લાંબી હોય છે. તેના દાંત સોઈ જેવા લાંબા હોય છે. જે જડબામાં અંદર તરફ એકબીજા સાથે જોડાઈ જાય છે.

4 / 5
સામન્ય રીતે નર સેન્યુલોંગની લંબાઈ 5 મીટર અને વજન 190થી 210 કિલોગ્રામ સુધી હોય છે. જ્યારે માદા મગરની લંબાઈ 3 થી 4 મીટર અને વજન 93 કિલોગ્રામ સુધી હોય છે.

5 / 5
 નદીઓ ઉપરાંત, તે દલદલ અને તળાવોમાં જોવા મળે છે. તેઓ મોટે ભાગે નીચલી ભૂમિવાળા જંગલી વિસ્તારોમાં જોવા મળે છે.

Published On - 7:49 pm, Sat, 19 June 21

Next Photo Gallery