ગુજરાતી સાહિત્ય જગતમાંથી શોકના સમાચાર : કવિ,વિવેચક,નિબંધકાર અને વાર્તાકાર એવા ધીરુભાઈ પરીખનું નિધન

|

May 09, 2021 | 9:59 PM

સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયાના મધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે.

ગુજરાતી સાહિત્ય જગતમાંથી શોકના સમાચાર : કવિ,વિવેચક,નિબંધકાર અને વાર્તાકાર એવા ધીરુભાઈ પરીખનું નિધન
Dhirubhai Parikh

Follow us on

ગુજરાતી સાહિત્ય જગતમાં માનભેર લેવાતું નામ એવું ધીરુભાઈ પરિખનું આજે દુખદ અવસાન થયું છે. ધીરુભાઈ પરીખનું,તારીખ:09 મે 2021,રવિવારના રોજ,સાંજે 7-00 વાગે અવસાન થયેલ છે જેને લઈને સાહિત્ય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાહિત્ય જગત સાથે જોડાયેલા લોકો સોશિયલ મીડિયાના મધ્યમથી શ્રદ્ધાંજલી પાઠવી રહ્યા છે. જાણીતા તેજબી વક્તા અને કવિ આદીલ મન્સુરી ના ભત્રિજા, કવિ મુહમ્મદ તાહા મન્સુરીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી પાઠવી છે.

ગુજરાતી હિન્દી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલા જાણીતા કલાકાર હેમંગ દવેએ પણ ટ્વિટ કરીને ધીરુભાઈ પરિખને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.

યુવા ઘર્મ, યુવા સરગમ, યુવા હવા જેવા પૃસ્તકોના લેખક તેમજ તાજેતરમાં “યુવા સરકાર ” ફિલ્મના દિગદર્શક, નિર્માતા, અને અભિનેતા એવા હર્ષલ માંકડે પણ ટ્વિટ કરીને લખ્યું છે કે ગુજરાતી ભાષાને ખાલીપો થયો છે

ધીરુભાઈ પરિખનો સંક્ષિપ્ત પરિચય
પરીખ ધીરુભાઈ ઈશ્વરલાલ (૩૧-૮-૧૯૩૩) : કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ વીરમગામમાં. ત્યાં જ મૅટ્રિક સુધીનું શિક્ષણ. ૧૯૫૧માં મૅટ્રિક. ૧૯૫૫માં બી.એ. ૧૯૫૮માં એમ.એ. ૧૯૬૭માં પીએચ.ડી. ૧૯૫૫ થી સી.યુ.શાહ કૉલેજમાં અધ્યાપક. ૧૯૬૭ થી ૧૯૬૯ સુધી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટી સાથે સંલગ્ન. વઢવાણની મહિલા આર્ટસ કૉલેજમાં આચાર્ય. પછી થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ગુજરાતી કવિતાના દ્વૈમાસિક ‘કવિલોક’ના તંત્રી. ૧૯૭૧માં કુમારચંદ્રક.

Next Article