ગુજરાતી ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યો પણ આ ‘ગુજરાતી’એ દેશના કરી નાખ્યા ટુકડાં !!! કઈ રીતે એક ‘માછલી’ બની ગઈ ભાગલાનું નિમિત્ત ? જાણવા માટે વાંચી લો આ ખબર

|

Jan 14, 2019 | 9:30 AM

અમીર વ્યાપારી બનવા માટે કરાચી ગયેલા પ્રેમજીભાઈએ માછલી પકડવાનો વ્યવસાય ચાલુ રાખતા સમુદાયમાં ફરીથી સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને આની અનુમતિ મળી નહોતી. ત્યાર બાદ પ્રેમજીભાઈ અને તેમના પુત્ર પુંજાલાલ ઠક્કરે આ વ્યવહારથી દુભાઈને ઇસ્લામ સ્વીકારી લીધો હતો. શું ભારતના ભાગલાનું કારણ એક માછલી કારોબાર હતો ? પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હાલમાં કૉંગ્રેસના […]

ગુજરાતી ગાંધીજીએ દેશને આઝાદ કરાવ્યો પણ આ ‘ગુજરાતી’એ દેશના કરી નાખ્યા ટુકડાં !!! કઈ રીતે એક ‘માછલી’ બની ગઈ ભાગલાનું નિમિત્ત ? જાણવા માટે વાંચી લો આ ખબર

Follow us on

અમીર વ્યાપારી બનવા માટે કરાચી ગયેલા પ્રેમજીભાઈએ માછલી પકડવાનો વ્યવસાય ચાલુ રાખતા સમુદાયમાં ફરીથી સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને આની અનુમતિ મળી નહોતી.

ત્યાર બાદ પ્રેમજીભાઈ અને તેમના પુત્ર પુંજાલાલ ઠક્કરે આ વ્યવહારથી દુભાઈને ઇસ્લામ સ્વીકારી લીધો હતો.

શું ભારતના ભાગલાનું કારણ એક માછલી કારોબાર હતો ? પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને હાલમાં કૉંગ્રેસના મહામંત્રી ડૉ. શકીલ અહેમદના મતે આ સવાલનો જવાબ હા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નવી દિલ્હીની કૉંસ્ટિટ્યુશન ક્લબ ખાતે ગત 10 જાન્યુઆરીએ યોજાયેલ એક પુસ્તક વિમોચન પ્રસંગે ડૉ. શકીલ અહેમદે દાવો કર્યો કે જ્યારે મોહમ્મદ અલી ઝીણાના દાદા પ્રેમજીભાઈ ઠક્કરે ગુજરાતના કાંઠાળ શહેર વરેવાળમાં માછલીના વ્યવસાયમાં ઉતરવાનો નિર્ણય કર્યો, તો તેમને તેમના લોહાણા સમુદાય (ધુડી રાજપૂતની ઉપજાતિ)માંથી બહિષ્કૃત કરી દેવાયાં, કારણ કે લોહાણા સમુદાય કડક શાકાહારી નિયમોનો પાલન કરનારો સમુદાય છે.

મોહમ્મદ અલી ઝીણાના પિતા પુંજાલાલની એકમાત્ર તસવીર

પોતાની જાતિએ બહિષ્કાર કરતા પ્રેમજીભાઈ ઠક્કરે એક તરફ માછલીનો કારોબાર ચાલુ રાખ્યો અને બીજી બાજુ તેમણે સમુદાય ફરીથી તેમનો સ્વીકાર કરે, તેવા પ્રયત્નો કર્યા, પરંતુ સમુદાયે આની પરવાનગી ન આપી. પ્રેમજીભાઈ ઠક્કરના ત્રણ પુત્રો હતા વાલજી, નાથૂ અને પુંજા.

સમુદાય તરફથી સ્વીકાર ન થતાં પ્રેમજીભાઈ ઠક્કર અને તેમના પુત્ર પુંજાલાલ ઠક્કર બહુ જ આહત થયાં અને તેમણે ઇસ્લામ ધર્મ સ્વીકાર કરી લીીધો. પુંજાલાલ ઠક્કર (1857-1902)એ ઝીણા (Jinnah) સરનેમ રાખી. આ સરનેમ પુંજાલાલના ગુજરાતી હુલામણા નામ ઝીણો (જિન્નો) નામમાંથી લેવામાં આવી. ઝીણાનો અર્થ થાય છે દુબળું-પાતળું.

મોહમ્મદ અલી ઝીણા અને મહાત્મા ગાંધી

પુંજાલાલ ઠક્કરે પોતાના છ સંતાનોને મુસ્લિમ નામો આપ્યાં. આ સંતાનોમાં મોહમ્મદ અલી, રહેમત બાઈ, બંદે અલી, મરિયમ બાઈ , અહેમદ અલી, શિરીન બાઈ અને ફાતિમા. આમાંથી મોહમ્મદ અલી ઝીણા સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધીજીના હમસફર હતાં અને આ વાત આપણે સૌ જાણીએ છીએ.

મોહમ્મદ અલી ઝીણાના દાદા એટલે પ્રેમજીભાઈ અને પિતા પુંજાલાલ ઠક્કરે બે વાર ધર્મ પરિવર્તન કર્યું. પહેલા તેઓ ઇસ્લામી સમ્પ્રદાય સાથે જોડાયા અને પછી શિયા મસ્કલ સાથે જોડાયાં.

આ પણ વાંચો : ઓવૈસીના શહેરમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનો તુઘલકી આદેશ, ‘પતંગબાજીથી અરાજકતા ફેલાશે’ !

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ. શકીલ અહેમદનું કહેવું છે કે જો પ્રેમજી અને પુંજાલાલ ઠક્કરને તેમના સમાજે નકાર્યા ન હોત, તો તેઓ ઇસ્લામ ધર્મ ન સ્વીકારત, તેમના વંશજ મોહમ્મદ અલી ઝીણા મુસ્લિમ ન હોત અને દેશ ભાગલાના દંશથી બચી ગયો હોત કે જેમાં લાખો નિર્દોષ લોકો માર્યા ગયા હતાં.

યૂએનએચઆરસીનો અંદાજ છે કે ભાગલા દરમિયાન થયેલી હિંસામાં લગભગ 1 કરોડ 40 લાખ લોકો વિસ્થાપિત થયા હતાં. સૅમ્યુઅલ બટલરના જણાવ્યા મુજબ, ‘ભગવાન ભૂતકાળ બદલી નથી શકતાં, પરંતુ ઇતિહાસકારો આવું કરી શકે છે.’ અકબર અહેમદ જેવા અનેક પાકિસ્તાની ઇતિહાસકારોએ દાવો કર્યો છે કે રાજપૂતોમાં જન્મેલા ઝીમાનના પિિતાએ ઇસ્માઇલી ખોજા પરિવારમાં લગ્ન કર્યા અને ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો.

આ પણ વાંચો : ગુજરાતે ઉકેલ્યો ‘દૃશ્યમ’ સ્ટાઇલમાં થયેલી હત્યાનો કેસ, 65 વર્ષના ભાજપ નેતાના હતા 22 વર્ષની કૉંગ્રેસ નેતા સાથે આડા સંબંધ

ડૉ. શકીલ અહેમદના જણાવ્યા મુજબ માછલી વ્યવસાય અને જાતિ વ્યવસ્થા ભારતના ભાગલા માટે જવાબદાર હતાં. કોઈ પણ મુસ્લિમ શાસકે ભારતના ભાગલા કરવાનની કોશિશ ન કરી, પરંતુ અંગ્રેજોએ ઝીણાની અંદર ભારતને ભાગલા કરવા માટે એક યોગ્ય અભિનેતા શોધી કાઢ્યો હતો.

[yop_poll id=598]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:22 am, Mon, 14 January 19

Next Article