International Tea Day: આ છે વિશ્વની સૌથી મોંઘી ચા, કિંમત જાણીને ઉડી જશે હોશ

|

May 21, 2021 | 12:46 PM

આજના દિવસને આંતરાષ્ટ્રીય ચા દિવસ તરીકે ઉજવાવામાં આવે છે. UN એ 21 મેના રોજ આંતરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. સતત બીજા વર્ષે આજના દિવસે આંતરાષ્ટ્રીય ચા દિવસ ઉજવાશે.

International Tea Day: આ છે વિશ્વની સૌથી મોંઘી ચા, કિંમત જાણીને ઉડી જશે હોશ
આંતરાષ્ટ્રીય ચા દિવસ (Image - Wikipedia)

Follow us on

ચાનો શોખ કહો ટે તલબ પણ ચાના પ્રેમીઓ આ દુનિયામાં ભરપુર છે. ચા હવે માત્ર પીણા સુધી જ નથી રહી, ચાના સ્ટેટ્સ અને ચાની શાયરીઓ પણ હવે તો વાયરલ થાય છે. લોકો ચા પ્રેમ બતાવવા માટે ખાસ ટીશર્ટ બનાવડાવવા લાગ્યા છે. વિશ્વમાં ચા પ્રેમીઓ માટે આજે ખાસ દિવસ છે.

21 મે એટલે કે આજના દિવસને આંતરરાષ્ટ્રીય ચા (International Tea Day) દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2020 થી આ પરંપરાની શરૂઆત થઇ. તમને જણાવી દઈએ કે આ અગાઉ ચા દિવસ તરીકે 15 ડીસેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવતી હતી. આ બીજું વર્ષ છે જ્યારે 21 મેના રોજ આંતરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવામાં આવશે.

ચા પીવાની શરૂઆત ચીનમાં થઇ

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ભારતના અનુરોધ બાદ UN એ 21 મેના રોજ આંતરાષ્ટ્રીય ચા દિવસ ઉજવવાની ઘોષણા કરી છે. જેના પાછળનું મૂળ કારણ ચાની ખેતી કરતા લોકોને એક અલગ ઓળખાણ અપાવવાનું છે. પરંતુ શું તમે જાણો છો કે ચા પીવાની શરૂઆત 10 સદીમાં થઇ હતી? જી હા સૌપ્રથમ આ શરૂઆત ચીનમાં થઇ હોવાનું માનવામાં આવે છે. ચીનમાં ચા પીવાની સંસ્કૃતિ લગભગ 1500 વર્ષ જૂની છે. બાદમાં ચા ભારત આવી. અને અહીયાની ઓળખ બની ગઈ. ચાલો આજના દિવસે જાણીએ કેટલીક રસપ્રદ વાતો.

આ છે વિશ્વની સૌથી મોંઘી ચા (World expensive tea)

તમને જાણીને આશ્ચર્ય થશે કે એક ચા એવી છે જે તમને 9 કરોડ રૂપિયામાં પડે છે. આ ચાનું નામ છે ડા-હોંગ પાઓ (Da Hong Pao). ચીનના નાના શહેર ફુજિયનના વુઇસેન વિસ્તારમાં આ ચા મળતી હતી. આરોગ્યની દ્રષ્ટિએ તેને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. વિશેષ ઝાડમાંથી તૈયાર કરેલી ડા-હોંગ પાઓ (Da Hong Pao) ચાને જીવનદાન તરીકે પણ માનવામાં આવે છે. આ ખાસિયતના કારણે આ ચાની કીમત ખુબ છે. અહેવાલ પ્રમાણે 2002 માં, એક સમૃદ્ધ ઉદ્યોગપતિએ આ 20 ગ્રામ ચા ખરીદવા માટે 28,000 ડોલર ચૂકવ્યા હતા. અત્યારના ભાવ પ્રમાણે 20,45,000 રૂપિયા.

કેમ આટલી મોંઘી છે ચા

ઓરીજીનલ ડા-હોંગ પાઓ ચાના એક ગ્રામના ભાવ માટે તમારે 1400 ડોલર એટલે કે અત્યારના ભાવ પ્રમાણે લગભગ 1 લાખ રૂપિયા ચૂકવવા પડી શકે છે. જો તમારે એક કપમાં આ ચા લેવી હોય તો 10,000 ડોલરથી વધુ ખર્ચ કરવો પડશે. આ વિશ્વની સૌથી મોંઘી ચા છે. કારણ કે જે વૃક્ષમાંથી આ ચા બનાવવામાં આવે છે, તે હવે લગભગ ખતમ થઇ ગયા છે. આવી સ્થિતિમાં પ્રાચીન ચા કે જેને સંગ્રહિત રાખવામાં આવી છે તે અમૂલ્ય થઇ ગઈ છે. જે વૃક્ષ પરથી આ ચા બનાવવામાં આવતી હતી તે 300 વર્ષથી પર્વતો પર જોવા મળતા હતા. પરંતુ એવું કહેવામાં આવે છે કે આ ચા ઉત્પન્ન કરનારું છેલ્લું ઝાડ 2015 માં નાશ પામ્યું હતું.

 

આ પણ વાંચો: Rajiv Gandhi Death Anniversary 2021: પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની આજે પુણ્યતિથિ, રાહુલ-પ્રિયંકાએ આપી શ્રદ્ધાંજલિ

Published On - 12:44 pm, Fri, 21 May 21

Next Article