Gujarat Talent: 3 વર્ષની ઉંમરે કોડીંગ અને 7 વર્ષે જાવા સી પ્લસ પાસ, અમદાવાદી આ ગર્લ છે સુપર ટેલેન્ટેડ, વાંચો નાની વયે મોટી કરામત

|

Mar 31, 2021 | 11:35 AM

Gujarat Talent: બિયંકાને "સુપર ટેલેન્ટેડ કિડ"નો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ તમામ એવોર્ડથી પણ મોટો એવોર્ડ ઇન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડ પણ પોતાના નામે જીતી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખુદને બુલંદ સાબિત કરી છે.

Gujarat Talent: 3 વર્ષની ઉંમરે કોડીંગ અને 7 વર્ષે જાવા સી પ્લસ પાસ, અમદાવાદી આ સુપર ટેલેન્ટેડ ગર્લે કરી છે નાની વયે મોટી કરામત. બિયંકા મેડિટેશન, સ્વિમિંગ અને બેડમિન્ટન રમતા રમતા, મોબાઈલ ને ટેબ્લેટ પર કાર્ટૂન જોતા જોતા ક્યારે ટેક્નોલોજી ક્ષેત્રે આગળ વધી ગઈ હતી. બિયંકાએ ત્રણ વર્ષની ઉંમર જ કોડિંગ શરૂ કર્યું હતું.

 

રોયલ ટેકનોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડના બિયંકાનાં ટ્રેનર ધીરજ પુજારાએ જણાવ્યું હતું કે, “સી પ્લસ, જાવા જેવા વિષયમાં આટલી નાની ઉંમરમાં રસ પડે તે અચરજની વાત છે, પરંતુ બિયંકાની રુચિ જોતાં તેને શીખવાડવાનું શરૂ કર્યું. ત્યારબાદ મક્કમ ડગલે આગળ વધતા તેને 7 વર્ષની ઉંમરે java SE6 ની પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. હાલ 11 વર્ષની બિયંકા કોમ્યુટર એન્જીનીયર બનાવ માંગે છે.

બિયંકા જાવામાં એટલી આગળ વધી ગઈ કે, 3 કલાકનું પેપર એણે માત્ર 15 મીનીટમાં જ પૂરું કર્યું હતું. તો બિયંકાએ સૌથી નાની ઉંમરમાં 85 % સાથે આ પરીક્ષા પાસ કરી હતી. બિયંકાએ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. તો બિયંકાને “સુપર ટેલેન્ટેડ કિડ”નો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે. આ તમામ એવોર્ડથી પણ મોટો એવોર્ડ ઇન્ટરનેશનલ બૂક ઓફ રેકોર્ડ પણ પોતાના નામે જીતી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ખુદને બુલંદ સાબિત કરી છે. આનંદ નિકેતન શીલજમાં ભણતી બિયંકાએ આ રેકોર્ડ દ્વારા ખુદની જિજ્ઞાસાને એક ઊંચી ઉડાન આપી છે.તેની ઉંમરના બાળકો માટે પ્રેરકબળ સાબિત થઇ છે. આ રેકોર્ડ બદલ માનનીય મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ બિયંકાનું અભિવાદન કર્યું છે.

બિયંકાની અન્ય સિદ્ધિની વાત કરવામાં આવે તો આ ઉપરાંત લોકડાઉન દરમ્યાન 117 લોકોને ઓનલાઇન ડુડલિંગ શીખવાડી એક રેકોર્ડ કર્યો છે. ક્લાસમાં ડુડલિંગ શીખવાડી જે રકમ મળી તેનાથી આવેલ કિંમતથી પ્રાણીઓને અને જરૂરિયાતમંદ લોકોને ભોજન પૂરું પાડી બિયાંકા અન્ય માટે ઉદાહરણરૂપ બની છે. નાની ઉંમરમાં પિતાની છત્રછાયા ગુમાવી છતાંય બિયંકા માતાનાં સપોર્ટથી આગળ વધતી જ ગઈ હતી. આજે “ગુજરાતનું ગૌરવ” બની ઘણી સિદ્ધિ હાસિલ કરી.

Next Video