આજના સમયમાં મોટાભાગની બેંકો (Bank) તેમના ગ્રાહકોને સંપૂર્ણ સુવિધાઓ આપી રહી છે. જેથી ગ્રાહકો ઘરે બેસીને તેમના કામ સરળતાથી કરી શકે. આને ધ્યાનમાં રાખીને મોટાભાગના લોકો તેમના લગભગ ટ્રાન્ઝેક્શન ઓનલાઇન જ(Online transaction) પુરા કરે છે. પરંતુ તેમ છતાં કેટલીક વસ્તુઓનું મહત્વ આજે પણ પહેલા જેવું જ છે. એટીએમ કાર્ડ આવ્યા પછી કામ ઘણી હદ સુધી સરળ થઈ ગયું છે.
આ સ્થિતિમાં તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન દરમિયાન પણ જરૂરી છે. પરંતુ થોડા સમય બાદ ફરી એટીએમ કાર્ડ કે ડેબિટ કાર્ડ બનાવવું પડે છે.
જો તમારા ડેબિટ કાર્ડની મુદત પુરી થઈ ગઈ હોય અથવા તેની મુદત પુરી થવા જઈ રહી હોય તો બેંકના નિયમો મુજબ, ડેબિટ કાર્ડની સમાપ્તિના ત્રણ મહિના પહેલા બેંકના ગ્રાહકોને તેમના નોંધાયેલા સરનામા પર કાર્ડ મોકલવામાં આવે છે. પરંતુ એટીએમ કાર્ડની મુદત પૂરી થયા પછી પણ જો તમને કાર્ડ ન મળ્યું હોય તો તમારે શું કરવું પડશે? તેની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ખુદ તેના ગ્રાહકને માહિતી આપી છે.
SBIએ ટ્વીટ કરીને માહિતી આપી છે
તાજેતરમાં, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એક ગ્રાહકે ટ્વિટ કરીને એટીએમ કાર્ડની મુદત પુરી થયા પછી નવું કાર્ડ ઘરે ન પહોંચે તો શું કરવું તેની માહિતી માંગી છે. હકીકતમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટને ટેગ કરીને ગ્રાહકે લખ્યું છે કે, મારા જૂના ATM કાર્ડની મુદત 10/21ના રોજ સમાપ્ત થઈ ગઈ છે.
પરંતુ હજુ સુધી મને મારું નવું કાર્ડ મળ્યું નથી. જેનો SBIએ ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. SBIએ લખ્યું છે કે, ડેબિટ કાર્ડની સમાપ્તિના ત્રણ મહિના પહેલા બેંક ગ્રાહકને તેમના રજિસ્ટર્ડ સરનામા પર નવું કાર્ડ મોકલે છે. પરંતુ તેના માટે ગ્રાહક દ્વારા છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછા એક વખત કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો હોવો જોઈએ.
આ લોકોને કાર્ડ મોકલવામાં આવે છે
બેંકના નિયમો અનુસાર, જો તમે છેલ્લા 12 મહિનામાં ઓછામાં ઓછું એકવાર કાર્ડનો ઉપયોગ કર્યો નથી તો તમારા ઘરે ઓટોમેટિક કાર્ડ (ATM) મોકલવામાં આવશે નહીં. તેથી 12 મહિનામાં એકવાર કાર્ડનો ઉપયોગ કરવો જરૂરી છે. આ સિવાય આ કાર્ડ ધારકોના ખાતાને પાન કાર્ડ સાથે લિંક કરવું પણ જરૂરી છે. ઉપરાંત, કાર્ડ એવા ગ્રાહકોના ઘરે મોકલવામાં આવે છે જેઓ ‘ફાઇનાન્સિયલ ઇન્ક્લુઝન એકાઉન્ટ’ નથી.
જો તમને કાર્ડ ન મળે તો બેંક બ્રાન્ચમાં જાઓ
જો આ બધી પ્રોસેસ ક્લિયર કર્યા પછી પણ તમારું કાર્ડ તમારા ઘરે પહોંચ્યું નથી. તેથી ગ્રાહક તેમની બેંક શાખામાં અન્ય તમામ બાબતો માટે KYC દસ્તાવેજો સાથે નવા કાર્ડ માટે અરજી કરી શકે છે.
આ પણ વાંચો : શૂટિંગમાંથી બ્રેક લઈને કોન્સર્ટમાં પહોંચ્યા રણવીર સિંહ અને આલિયા ભટ્ટ, બંનેનો ડાન્સ વીડિયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
આ પણ વાંચો : Sameer Wankhede Case: નવાબ મલિકનો નવો ખુલાસો! સમીરની માતા પાસે બે મૃત્યુ પ્રમાણપત્ર, એક હિંદુ અને બીજું મુસ્લિમ