પિતાએ કન્યાદાનની પાડી દીધી ‘ના’, કહ્યું, “દીકરી છે, કોઈ પ્રોપર્ટી નહીં કે દાનમાં આપું” સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ લગ્ન

|

Feb 07, 2019 | 4:44 AM

ભઈ, હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. દર થોડા સમયે લગ્નથી જોડાયેલા નિતનવા સમાચારો અને વીડિયોઝ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વખતે જે સમાચાર આવ્યા છે તે બધાથી ઉપર છે. તેની સાથે જોડાયેલો એક કિસ્સો તમને કહી રહ્યાં છીએ, જે વાંચીને અને જાણીને તમે પણ ગર્વથી કહેશો- મારો દેશ બદલાઈ રહ્યો છે. કોલકાતાના એક […]

પિતાએ કન્યાદાનની પાડી દીધી ના, કહ્યું, દીકરી છે, કોઈ પ્રોપર્ટી નહીં કે દાનમાં આપું સોશિયલ મીડિયામાં વાયરલ થયા આ લગ્ન

Follow us on

ભઈ, હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. દર થોડા સમયે લગ્નથી જોડાયેલા નિતનવા સમાચારો અને વીડિયોઝ સામે આવી રહ્યાં છે. પરંતુ આ વખતે જે સમાચાર આવ્યા છે તે બધાથી ઉપર છે.

તેની સાથે જોડાયેલો એક કિસ્સો તમને કહી રહ્યાં છીએ, જે વાંચીને અને જાણીને તમે પણ ગર્વથી કહેશો- મારો દેશ બદલાઈ રહ્યો છે.

કોલકાતાના એક લગ્નની આ ઘટના છે જ્યાં પિતાએ પોતાની દીકરીનું કન્યાદાન કરવાની જ ના પાડી દીધી. કારણ જાણશો તો બોલી ઉઠશો, વાહ…

મહિલા પંડિતોએ કરાવ્યા લગ્ન

થોડા દિવસો પહેલા જ ટ્વિટર પર એક ફોટો સામે આવ્યો જેમાં જોવા મળે છે એક લગ્નનો મંડપ. પરંતુ ખાસ વાત તો એ છે કે ફોટોમાં પુરુષ પંડિતોની જગ્યાએ મહિલા પંડિતો જોવા મળી રહી છે. મહિલા પંડિત તમામ વિધિ પ્રમાણે લગ્ન કરાવી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આટલું જ નહીં, આ લગ્નની ખાસ વાત તો એ છે કે પિતાએ દીકરીનું કન્યાદાન કરવાની જ ના  પાડી દીધી. કહ્યું કે, દીકરી કોઈ સંપત્તિ નથી કે જેનું દાન કરવામાં આવે.

લોકો કરી રહ્યાં છે વખાણ

https://twitter.com/asmitaghosh18/status/1092427262115209222

ટ્વિટર પર આ ફોટો અસ્મિતા ઘોષ નામની યૂઝરે શેર કરી છે. આ ખબર લખાઈ રહી છે ત્યાં સુધીમાં આ ટ્વિટને 4,456 લાઈક્સ અને 1,089 વખત તેને રિટ્વિટ કરી દેવાઈ છે. લોકો આ લગ્નના ખૂબ વખાણ કરી રહ્યાં છે. તેને પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ વિચારસરણી કહી રહ્યાં છે.

પિતા પહેલા આવ્યું માતાનું નામ

અસ્મિતાએ આ ફોટો શેર કરતા લખ્યું કે,

“હું એક લગ્નમાં આવી છું જ્યાં મહિલા પંડિત છે. સમારોહમાં દુલ્હનનો પરિચ પણ માતાની દીકરી તરીકે કરવામાં આવ્યો. પિતાનું નામ પછીથી આવ્યું, માનું નામ પહેલા. દીકરીના પિતાએ આ દરમિયાન ભાષણ પણ આપ્યું. તેમાં તેમણે કહ્યું કે તેઓ દીકરીનું કન્યાદાન નહીં કરે કારણ કે તે કોઈ સંપત્તિ નથી.”

TV9 Gujarati

 

એક મહિલા પંડિતનું નામ છે નંદિની ભૌમિક

સોશિયલ મીડિયા પર ફોટો શેર થતાં કોઈ યૂઝર ફોટોમાં જોવા મળી રહેલી 2 મહિલા પંડિતમાંથી એકની ઓળખ કોલકાતાની નંદિની ભૌમિક તરીકે આપી. હાલ આ પોસ્ટ વાયરલ થઈ ચૂકી છે અને લોકો વિવિધ પ્લેટફોર્મ્સ પર તેને શેર કરી રહ્યાં છે.

ક્યારેય નથી ઉતારી શકાતું માતા-પિતાનું કરજ

 

થોડા સમય પહેલા એક વીડિયો વાયરલ થયો હતો જેમાં દુલ્હને લગ્ન દરમિયાન કનકાંજલિ કરવાની ના પાડી દીધી હતી. જેમાં દુલ્હને હાથમાં ચોખા લઈ પાછળ ઉછાળવાના હોય છે. તેનો અર્થ થાય છે કે તેનાથી તેના તમામ કરજ ઉતરી જશે. પરંતુ આ દુલ્હને આ વિધિ કરવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે એક દીકરી ક્યારેય પોતાના માતા-પિતાનું કરજ ઉતારી ન શકે.

[yop_poll id=1161]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article