વિગ પહેરીને યુવકે કરી લીધા લગ્ન, એક વર્ષ બાદ ભેદ ખુલ્યો તો પત્નીએ માંગ્યા છૂટાછેડા

|

Mar 04, 2021 | 4:16 PM

મેરઠમાં એક અજીબો ગરીબ ઘટના સામે આવી છે. એક યુવકે પોતાની ટાલ છૂપાવીને લગ્ન કરી લીધા. અને લગ્ન બાદ જ્યારે યુવતીને સત્યની જાણ થઇ તો તેને છૂટાછેડાની માંગ કરી છે.

વિગ પહેરીને યુવકે કરી લીધા લગ્ન, એક વર્ષ બાદ ભેદ ખુલ્યો તો પત્નીએ માંગ્યા છૂટાછેડા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

મેરઠના ફેમિલી કાઉન્સલિંગ સેન્ટર પર એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નનો આ કેસ જાણીને તમે હસું નહીં રોકી શકો. વાત એમ છે કે આ ઘટનામાં લગ્ન આડ પતિને ટાલ પડી જતા પત્ની છૂટાછેડા માટે સલાહકાર કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. મહિલાનો આરોપ છે કે લગ્ન સમયે પતિના જાડા વાળ હતા. એક વર્ષ પછી બહાર આવ્યું છે કે તેનો પતિ વિગ પહેરે છે. લગ્ન પહેલા પતિએ તેનાથી આ વાત છુપાવી હતી. પત્નીનું કહેવું છે કે તેને છેતરવામાં આવી હતી. અને હવે આ મહિલા તેના પતિ પાસેથી છૂટાછેડા માંગે છે.

કાઉન્સેલરેના મનાવવાના પ્રયાસો નિષ્ફળ

પોલીસ લાઇનમાં ફેમિલી કાઉન્સલિંગ સેન્ટર વતી કાઉન્સલિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સલાહ માટે આશરે 100 જેટલા કેસ આવ્યા હતા. તેમાં આ એક અજીબોગરીબ કેસ આવ્યો હતો. આ કેસમાં એક મહિલાએ જણાવ્યું કે જાન્યુઆરી 2020 માં તેના લગ્ન ગાઝિયાબાદમાં થયાં હતાં. લગ્ન પછી ખબર પડી કે તેના પતિને ટાલ છે. અને આના કારને મહિલાને તેની સહેલીઓ સામે શરમનો સામનો કરવો પડે છે. “મને છૂટાછેડા આપો”ની વાત પર આ મહિલા અડગ રહી હતી. કાઉન્સેલરે મહિલાને મનાવવાનો પ્રયાસ કર્યો પણ તે છૂટાછેડાની માંગ પર અડી રહી. ત્યારબાદ તેને પરામર્શ માટે બીજી તારીખ આપવામાં આવી છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

આવ રોચક વિષય આપણે ફિલ્મોમાં પણ જોયા છે. થોડા સમય પહેલા આવેલી ફિલ્મ બાલા અને ઉજડા ચમન આવા જ કોઈ મજેદાર વિષય પર હતી. ઘણી વાર જાહેર જીવન પર ફિલ્મો બનતી હોય છે તો ઘણી વાર ફિલ્મોની સ્ટોરી જાહેર જીવનમાં જોવા મળતી હોય છે.

Next Article