ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ

|

Oct 05, 2021 | 9:52 PM

ત્રણ ડોઝની રસીની મંજૂરી મળ્યા પછી પણ દેશમાં તેનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. થોડા દિવસો પહેલા, સરકારે કહ્યું કે ઝાયડસ કેડિલાની COVID-19 રસી લોકોને ઉપલબ્ધ કરાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, જોકે કિંમત એક સ્પષ્ટ મુદ્દો હતો.

ઝાયડસ કેડિલાની 2 ડોઝની રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજુરી, 3 ડોઝની રસીની કિંમત પર વાતચીત ચાલુ
zydus cadila gets dgci approval to conduct phase 3 trial of its two dose covid19 vaccine zycovd

Follow us on

DELHI : ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ સ્વદેશી ફાર્મા કંપની ઝાયડસ કેડિલાની તેની બે ડોઝની કોવિડ -19 રસી ZyCoV-Dના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલને મંજૂરી આપી છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, બે ડોઝની કોવિડ રસીના ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપવામાં આવી છે.ZyCoV-D કોવિડ -19 સામે વિશ્વની પ્રથમ DNA રસી છે.

જયકોવ-ડી પણ પ્રથમ સ્વદેશી રસી છે, જેનું બાળકો પર પણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેની ત્રણ ડોઝની રસી ઓગસ્ટમાં ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂર કરવામાં આવી હતી. વચગાળાના ક્લિનિકલ ટ્રાયલ ડેટામાં, કોવિડ -19 સામેની રસીની અસરકારકતા 66 ટકા નોંધાઈ છે. જો કે, કંપનીએ હજી સુધી તેના અભ્યાસની વિગતવાર માહિતી શેર કરી નથી અથવા તેને પીઅર રોવ્યું માટે મોકલ્યો નથી.

ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ત્રણ ડોઝની રસીની મંજૂરી બાદ કહેવામાં આવ્યું હતું કે આ રસીનું ત્રીજા તબક્કાનું ક્લિનિકલ ટ્રાયલ 28,000 થી વધુ લોકો પર કરવામાં આવ્યું હતું. તે RT-PCR પોઝિટિવ કેસોમાં 66.6% અસરકારકતા દર્શાવે છે. ભારતમાં કોવિડ -19 માટે આ અત્યાર સુધીની સૌથી મોટું ટ્રાયલ છે. આ રસી પ્રથમ અને બીજા તબક્કાના ક્લિનિકલ ટ્રાયલ્સમાં પણ ખૂબ અસરકારક હોવાનું જોવા મળ્યું હતું.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 25 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રને સંબોધતા કહ્યું હતું કે ભારતે કોવિડ -19 સામે વિશ્વની પ્રથમ DNA રસી વિકસાવી છે, જે 12 વર્ષથી ઉપરના તમામ લોકોને આપી શકાય છે.

કિંમત ઘટાડવા માટે વાતચીત ચાલી રહી છે
ત્રણ ડોઝની રસીની મંજૂરી મળ્યા પછી પણ દેશમાં તેનો ઉપયોગ હજુ શરૂ થયો નથી. થોડા દિવસો પહેલા સરકારે જણાવ્યું હતું કે ઝાયડસ કેડિલાની કોવિડ -19 રસી લોકોને ઉપલબ્ધ કરાવવા માટે તૈયારીઓ ચાલી રહી છે, જોકે કિંમત એક સ્પષ્ટ મુદ્દો હતો. કંપનીએ રસીના ત્રણ ડોઝ માટે 1,900 રૂપિયાની કિંમત નક્કી કરી છે, પરંતુ સરકાર કિંમત ઘટાડવા માટે વાતચીત કરી રહી છે. નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો.વી કે પોલે કહ્યું હતું કે, “વાતચીત ચાલી રહી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. સંપૂર્ણ તૈયારી સાથે તે દેશના રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો એક ભાગ બની જશે.”

Next Article