
ઝોજીલા ટનલ એશિયાની સૌથી લાંબી ટનલ હોવાનું કહેવાય છે. આ ટનલનો પાયો મે 2018 માં જ નાખવામાં આવ્યો હતો, પરંતુ ટેન્ડર કંપની IL&FS નાદાર થઈ ગઈ હતી. તે પછી હૈદરાબાદની મેઘા એન્જિનિયરિંગને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો.

જે સ્થળે ટનલ બનાવવામાં આવી રહી છે તે કુતુબ મિનાર કરતા 5 ગણી વધારે છે. આ સુરંગ ઝોજીલા પાસ નજીક લગભગ 3,000 મીટરની ઉંચાઈ પર બનાવવામાં આવી રહી છે. તેનું સ્થાન NH-1 (શ્રીનગર-લેહ) પર છે

અહેવાલ મુજબ આ ટનલ લગભગ 14.15 કિમી લાંબી છે. તેને એશિયાની સૌથી લાંબી ટનલ તરીકે વર્ણવવામાં આવી છે. આ ટનલ પૂર્ણ થયા પછી, જે અંતર કાપવામાં સાડા ત્રણ કલાક લાગે છે, તે માત્ર 15 મિનિટમાં પૂર્ણ થશે.

દર 750 મીટરના અંતરે ટનલની અંદર રસ્તાની બંને બાજુએ ઇમરજન્સી ટેક-બાય હશે. કેરેજ વેની બંને બાજુ ફૂટપાથ પણ હશે. યુરોપીયન ધોરણો મુજબ, સુરંગની અંદર દર 125 મીટર પર ઇમરજન્સી કોલની સુવિધા હશે. સમગ્ર ટનલમાં ઓટોમેટિક ફાયર ડિટેક્શન સિસ્ટમ લગાવવામાં આવશે અને મેન્યુઅલ ફાયર એલાર્મ માટે બટન પણ હશે.