Election 2019ના પોલ તો તમે જાણી લીધા પણ રાજનીતિમાં આ 5 એગ્ઝિટ પોલ પછી જે પરિણામ આવ્યું તે તો આશ્ચર્યજનક હતું

મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એગ્ઝિટ પોલને જોઈ ભાજપના સમર્થકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ભાઈ આ તો એગ્ઝિટ પોલ છે પરિણામ નથી. તો જરૂરી નથી કે જે એગ્ઝિટ પોલ જેવું જ પરિણામ 23 મેના દિવસે આવી શકે છે. કારણ કે ભૂતકાળની કેટલીક ઘટના તમારે જાણવી જરૂરી છે. મોટાભાગના એગ્ઝિટ પોલ્સમાં […]

Election 2019ના પોલ તો તમે જાણી લીધા પણ રાજનીતિમાં આ 5 એગ્ઝિટ પોલ પછી જે પરિણામ આવ્યું તે તો આશ્ચર્યજનક હતું
| Updated on: May 20, 2019 | 1:55 PM

મતદાન પૂર્ણ થઈ ગયું છે અને એગ્ઝિટ પોલને જોઈ ભાજપના સમર્થકોમાં એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ ભાઈ આ તો એગ્ઝિટ પોલ છે પરિણામ નથી. તો જરૂરી નથી કે જે એગ્ઝિટ પોલ જેવું જ પરિણામ 23 મેના દિવસે આવી શકે છે. કારણ કે ભૂતકાળની કેટલીક ઘટના તમારે જાણવી જરૂરી છે. મોટાભાગના એગ્ઝિટ પોલ્સમાં ભાજપના નેતૃત્વવાળી એનડીએને બહુમતી મળી રહી છે.

આ પણ વાંચોઃ એગ્ઝિટ પોલ આવ્યા, શેરબજારમાં દિવાળી લાવ્યાઃ છેલ્લા 10 વર્ષમાં સેન્સક્સમાં આટલો મોટો ઉછાળો અને ડોલર સામે રૂપિયો મજબૂત

ભૂતકાળમાં આ વખતે એગ્ઝિટ પોલ તો આવ્યા પણ પરિણામમાં ગેમ થઈ ગઈ

2004ની લોકસભાની ચૂંટણીઓ: 2004ના દરેક એગ્ઝિટ પોલ એવુ કહી રહ્યા હતા કે કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની આગેવામાં એનડીએની સરકાર બની રહી છે. પણ વાસ્તવિક પરિણામ સામે આવ્યા તો દરેકની આંખો ખુલી રહી ગઈ હતી. દરેકને આશ્ચર્ય થયું અને કોંગ્રેસે પોતાના સાથી પક્ષો સાથે ગઠબંધનની સરકાર બનાવી લીધી હતી. જેને UPA-1 કહેવામાં આવે છે. અને દેશને વડાપ્રધાન તરીકે મનમોહનસિંહ મળ્યા હતા.

2004 બાદ 2014ની વાત કરીએ તો દેશમાં ફરી એક વખત લોકસભાની ચૂંટણીઓ યોજાઈ રહી હતી. જેમાં 9 તબક્કામાં મતદાન યોજાયું હતું. મતદાન બાદ મોટાભાગના એગ્ઝિટ પોલ્સે ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએની જીતની આગાહી કરી હતી. પરંતુ કોઈએ ભાજપને બહુમતીની આગાહી કરી નહોતી. તેમણે આગાહી કરી હતી કે બીજેપીની જીત 272ની બહુમતી ચિહ્નથી ઓછી હશે. જોકે, જ્યારે વાસ્તવિક પરિણામ આવ્યું ત્યારે એનડીએએ 300થી વધુ સાથે મોટી જીત મળી હતી.

તો યુપી વિધાનસભા ચૂંટણી 2017: આ સમયે ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી શાસન કરી રહી હતી. વિધાનસભાની 404 બેઠક માટે ફરી ચૂંટણી યોજાઈ રહી હતી. જેમાં પણ તમામ એગ્ઝિટ પોલ્સ ખોટા સાબિત થયા હતા અને ભાજપને 300થી વધુ બેઠક સાથે જીત મળી હતી.

બિહાર વિધાનસભા ચૂંટણી 2015: વર્ષ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. અહીંયા ભાજપ અને મહાગઠબંધન વચ્ચે હતી. જેમાં નિતિશ કુમારના જનતા દળ (યુનાઈટેડ) અને લાલુ પ્રસાદના રાષ્ટ્રીય જનતા દળ દ્વારા મહાગઠબંધન રચાયું હતું. કૉંગ્રેસ આ ભવ્ય જોડાણનો ત્રીજો ભાગ હતો. મોટાભાગના એગ્ઝિટ પોલમાં કોઈ પાર્ટીને બહુમતી ન મળવાનું અને મિશ્ર ચિત્રની આગાહી કરી હતી. જો કે, વાસ્તવિક પરિણામમાં આરજેડી-જેડીયુ-કૉંગ્રેસમાંથી લાલુપ્રસાદના આરજેડીને એકમાત્ર સૌથી મોટી પાર્ટી તરીકે ઊભરતા વિજય મેળવ્યો હતો

TV9 Gujarati

 

દિલ્હી વિધાનસભાની ચૂંટણી 2015: દિલ્હીમાં વડાપ્રધાન મોદીના એક વર્ષના શાસન બાદ રાજધાનીમાં ચૂંટણી યોજાઈ હતી. મોટાભાગના એક્ઝિટ પોલ્સે આગાહી કરી કે, AAPને ચૂંટણીમાં જીત મળશે અને 70માંથી 30થી વધુ બેઠક પર વિજય બનશે. જો કે દિલ્હીની 70માંથી આમ આદમી પાર્ટીએ 67 સીટની જીત મેળવી હતી. પણ આટલા મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીની જીત થશે તેની કલ્પના ન તો કોઈ પાર્ટીએ કરી કે ન તો કોઈ ચેનલે કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:52 pm, Mon, 20 May 19

Follow Us