હવે રેલવે સ્ટેશન પર લાગૂ થયો એરપોર્ટ જેવો નિયમ, ફ્લાઈટની જેમ ટ્રેનમાં બેસવા પણ પહોંચવું પડશે વહેલું

|

Jan 07, 2019 | 5:08 AM

મુસાફરોની સુરક્ષાના આશયથી ભારતીય રેલવે હવે મોટું પગલુ ભરવા જઈ રહી છે. રેલવેએ એરપોર્ટ પર જેવી સુરક્ષા વ્યવસ્થા હોય છે તે જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રેલવે સ્ટેશન પર પણ ગોઠવાય તે દિશામાં કામ કરી રહી છે. અને એટલે જ હવે મુસાફરો છેલ્લી ઘડીએ જેમ ટ્રેન પકડે છે તેવું નહીં ચાલે. મુસાફરોએ નિર્ધારિત સમયની 20 મિનિટ […]

હવે રેલવે સ્ટેશન પર લાગૂ થયો એરપોર્ટ જેવો નિયમ, ફ્લાઈટની જેમ ટ્રેનમાં બેસવા પણ પહોંચવું પડશે વહેલું

Follow us on

મુસાફરોની સુરક્ષાના આશયથી ભારતીય રેલવે હવે મોટું પગલુ ભરવા જઈ રહી છે. રેલવેએ એરપોર્ટ પર જેવી સુરક્ષા વ્યવસ્થા હોય છે તે જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રેલવે સ્ટેશન પર પણ ગોઠવાય તે દિશામાં કામ કરી રહી છે.

અને એટલે જ હવે મુસાફરો છેલ્લી ઘડીએ જેમ ટ્રેન પકડે છે તેવું નહીં ચાલે. મુસાફરોએ નિર્ધારિત સમયની 20 મિનિટ પહેલા રેલવે સ્ટેશન પહોંચવાનું રહેશે અને સુરક્ષા તપાસ થયા બાદ જ એન્ટ્રી મળશે. જોકે હાલ તો રેલવેની આ યોજના શરૂઆતના તબક્ક્માં છે પરંતુ કેટલાક સ્ટેશનો પર તેને શરૂ કરી દેવાઈ છે.

અલ્હાબાદમાં હાઈટેક સિક્યોરિટી પ્લાન પર કામ શરૂ

રેલવે સુરક્ષાદળના ડાયરેક્ટર જનરલ અરૂણ કુમારે કહ્યું કે આ હાઈ ટેક્નોલોજી સિક્યોરિટી પ્લાન પર અલ્હાબાદમાં કામ શરૂ કરી દેવાયું છે. હાલ ત્યાં કુંભમેળાનું પણ આયોજન કરાયું છે. તેવામાં ત્યાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત હોવો ખૂબ જરૂરી છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને રેલવેએ અલ્હાબાદથી કામની શરૂઆત કરવી યોગ્ય ગણી. તે ઉપરાંત, કર્ણાટકના હુગલી સ્ટેશન પર પણ આ પ્રકારની હાઈટેક સિક્યોરિટી સિસ્ટમ શરૂ કરી દેવાશે.

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

અલ્હાબાદ અને હુગલી સ્ટેશન પર પાયલટ પ્રોજેક્ટ તરીકે કામ પૂર્ણ થશે ત્યારબાદ દેશના 202 રેલવે સ્ટેશનો પર આ સિક્યોરિટી સિસ્ટમ શરૂ કરી દેવાશે.

પ્રવેશ દ્વાર પર લાગશે સેન્સરવાળા દરવાજા, સીલ કરવામાં આવશે તમામ સ્ટેશન

અરૂણ કુમારે વધુમાં જણાવ્યું કે રેલવે સ્ટેશનોે સીલ કરવાની આ યોજનાને પૂરી કરવા કેટલીક જગ્યાઓ પર દિવાલો બનાવવામાં આવશે અને જે જગ્યા ખાલી રહી જશે ત્યાં સિક્યોરિટી હાજર રહશે. આ કામમાં સીઆરપીએફની મદદ લેવામાં આવશે. રેલવે સ્ટેશનના પ્રવેશ દ્વાર પર પૂરતી સુરક્ષા તપાસ થયા બાદ જ કોઈ મુસાફર અંદર જઈ શકશે.

જોકે એરપોર્ટની જેમ રેલવે સ્ટેશન પર સુરક્ષા તપાસમાં ઓછો સમય લાગશે. અને એટલે મુસાફરોએ ઓછામાં ઓછું ટ્રેનના નિર્ધારિત સમયના 20 મિનિટ પહેલા પહોંચવું પડશે.

2016માં મળી હતી હાઈટેક સિક્યોરિટી પ્લાનને મંજૂરી

રેલવે હાલ જે દિશામાં કામ કરી રહ્યું છે તેની મંજૂરી 2016માં આપી દેવાઈ હતી. આ યોજનામાં મેનપાવર ઓછો અને ટેક્નોલોજી પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં સીસીટીવી કેમેરા, ક્લોઝ સર્કિટ, ટેલિવિઝન, એક્સેસ કન્ટ્રોલ, બેગેજ સ્ક્રિનિંગ સિસ્ટમ અને બૉમ્બ ડિટેક્શન, ડિસ્પોઝલ સિસ્ટમ જેવાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: લોકો ખોવાઈ જાય એ મેળો એટલે ‘કુંભમેળો’ એમ સૌ કોઈ બોલે છે પણ તે કેમ યોજાય છે એના રહસ્ય વિશે તમે જાણો છો?

આ યોજના અંતર્ગત સ્ટેશન પરિસરમાં પ્રવેશ લેનારને ટ્રેનમાં બેસવા સુધી તમામ પ્રકારની સુરક્ષા તપાસ કરાવવાની રહેશે જેમાં સામાનને પણ ચકાસવામાં આવશે. આ સુરક્ષા પરનો કુલ ખર્ચ રૂપિયા 385.06 કરોડ આંકવામાં આવ્યો છે.

[yop_poll id=498]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 5:08 am, Mon, 7 January 19

Next Article