આ રાજ્યમાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ, પાણી માટે લોકો છોડી રહ્યાં છે ગામો, જાણો ભારતના જળાશયોમાં કેટલું પાણી વધ્યું છે?

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. પાણીની અછત એવી છે કે ગામડામાં લોકોને કીચડમાંથી ગંદુ પાણી ગાળીને પીવા પર મજબુર છે. રાજ્યના 358 તાલુકામાંથી 151 તાલુકામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં 13 હજારથી વધારે ગામ અને કસબા સંકટમાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યના જળાશયોમાં માત્ર 14% જ પાણી બાકી બચ્યું […]

આ રાજ્યમાં દુષ્કાળની ભયંકર પરિસ્થિતિ, પાણી માટે લોકો છોડી રહ્યાં છે ગામો, જાણો ભારતના જળાશયોમાં કેટલું પાણી વધ્યું છે?
| Updated on: May 19, 2019 | 9:26 AM

મહારાષ્ટ્રમાં અત્યાર સુધીનો સૌથી ભીષણ દુષ્કાળ પડ્યો છે. પાણીની અછત એવી છે કે ગામડામાં લોકોને કીચડમાંથી ગંદુ પાણી ગાળીને પીવા પર મજબુર છે. રાજ્યના 358 તાલુકામાંથી 151 તાલુકામાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યભરમાં 13 હજારથી વધારે ગામ અને કસબા સંકટમાં છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે રાજ્યના જળાશયોમાં માત્ર 14% જ પાણી બાકી બચ્યું છે. 18 મી મેના રોજ 26 ડેમમાં પાણીનું સ્તર શૂન્ય પહોંચી ગયું છે.

ગયા વર્ષે આ આંકડો 26% હતો. મહારાષ્ટ્ર દ્વારા દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓ માટે કર્ણાટક પાસે 3 ટીએમસી ફુટ પાણીની માંગ છે. ચાર છાવણીમાં પશુ દીઠ 100 રૂપિયા દૈનિક અનુદાન આપવા માટે જાહેરાત પણ જાહેરાત કરવામા આવી છે. સાથે જ 2011ની વસ્તી ગણતરીના આંકડાની જગ્યાએ 2018ના આંકડાને આધાર રાખીને ટેંકરો દ્વારા પાણી પુરવઠો પુરો પાડવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati


દેશના 91 મુખ્ય જળાશયોમાં માત્ર 22% જળ છે, 6 રાજ્યોમાં સર્જાઈ કટોકટી

દુષ્કાળથી દેશભરમાં કટોકટી છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રાલય દેશના 91 મુખ્ય જળાશયોનું નિરીક્ષણ કરે છે. આયોગે જણાવ્યું હતુ કે પાણીનો કુલ જથ્થો 35.99 અરબ ઘનમીટર જ બચ્યો છે જે માત્ર 22% જ છે. મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં જળ સંકટ વધારે છે.

મહારાષ્ટ્રના 4,331 ગામોમાં અને મહારાષ્ટ્રના 9,470 કસ્બામાં 5,493 ટેન્કર દ્વારા પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. 67 લાખ ખેડૂતોને વળતર રૂપે 4,412 કરોડ રૂપિયાની વહેંચણી કરવામાં આવી છે. લોકો પોતાના રોજગાર છોડીને પાણી મેળવવા માટે કિલામીટર સુધી રખડવુ પડે છે.

આ પણ વાંચો: ‘જય શ્રી રામ’ બોલવા પર જેલમાં નાખવાવાળી મમતાદીદીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુફા યાત્રા પર પણ થઇ રહી છે પરેશાની, ECને કરી ફરિયાદ

મહારાષ્ટ્રમાં સૌથી ખરાબ સ્થિતી મરાઠાવાડામા છે. અહીંયા કેટલાક ગામ તો ખાલી થઈ ચુક્યાં છે. જલના અને ઉસ્માનાબાદ જિલ્લામાં 20 દિવસમાં માત્ર એક વખત પાણી આવે છે. લાતુરમાં 10 દિવસમાં એકવાર પાણી આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે અહીં 2016માં ટ્રેનમાંથી પાણી મોકલવું પડ્યું હતુ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]