WomensDay: રાજસ્થાન જેસલમેરની 250 કિલોમીટરની સીમા પર છે ‘સરહદની મર્દાની’ અડીખમ , BSFની લેડી કમાન્ડોને સલામ

|

Mar 08, 2021 | 1:27 PM

WomensDay: આજે દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે. દુનિયાભરમાં આજે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એવી મહિલાઓને યાદ કરવી પડે જે દેશની સુરક્ષા કાજે સરહદ પર ફરજ બજાવી રહી છે. પાકિસ્તાન સાથે જોડાયેલી રાજસ્થાનના જેસલમેરની 250 કિલોમીટરની સરહદે તૈનાત છે મહિલા કમાન્ડો.

WomensDay: આજે દેશમાં મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ છે. દુનિયાભરમાં આજે મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે એવી મહિલાઓને યાદ કરવી પડે જે દેશની સુરક્ષા કાજે સરહદ પર ફરજ બજાવી રહી છે. પાકિસ્તાન સાથે જોડાયેલી રાજસ્થાનના જેસલમેરની 250 કિલોમીટરની સરહદે તૈનાત છે મહિલા કમાન્ડો. BSFમાં ફરજ બજાવતી લેડી કમાન્ડોની નજરથી દુશ્મનનું બચવુ મુશ્કીલ હી નામૂમકીન છે. સરહદ પર પાકિસ્તાનની દરેક નાપાક હરકતનો જવાબ દેવા માટે તૈયાર છે બીએસએફની લેડી કમાન્ડો. 50 ડિગ્રીની ગરમી અને ધમધોખતા રણમાં પણ આ લેડી કમાન્ડોનો ઉત્સાહ જરાય ઓછો દેખાતો નથી. ટીવી-9એ સરહદની મર્દાનીઓ સાથે વાત કરી.

 

Next Video