Viral Video : LPG ના ભાવ વધતા મહિલાઓએ અનોખી રીતે કર્યો વિરોધ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Oct 09, 2021 | 7:32 AM

મહિલાઓ દ્વારા જે પ્રકારનું અનોખુ પ્રદર્શન કરવામાં આવ્યુ છે તેવું ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ હવે મહિલાઓના વિચિત્ર વિરોધનો વીડિયો પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે.

Viral Video : LPG ના ભાવ વધતા મહિલાઓએ અનોખી રીતે કર્યો વિરોધ, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
women protest against LPG price

Follow us on

એક તરફ કોરોના મહામારીએ ધંધા-રોજગારને બરબાદ કરી દીધા છે. તો બીજી બાજુ, મોંઘવારી પણ લોકોના જીવન પર ડામ મૂકી રહી છે.  2 દિવસ પહેલા LPG ફરી મોંઘો થયો છે. એલપીજીના ભાવમાં વધારા સાથે લોકોની મુશ્કેલીઓ પણ વધી છે. એટલા માટે લોકો ગેસની કિંમતોને લઈને પોતાની રીતે વિરોધ કરી રહ્યા છે, પરંતુ તેલંગાણામાં જમિકુંટાની મહિલાઓએ એક નવો રસ્તો અપનાવ્યો. અહીં મહિલાઓએ નવરાત્રિ પર સિલિન્ડરની આસપાસ ગરબા રમીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

એક અહેવાલ અનુસાર, જામિકુંટાની મહિલાઓએ ફરીથી વધેલા રસોઈ ગેસની કિંમત પર નારાજગી વ્યક્ત કરવા માટે આ પદ્ધતિ અપનાવી. નવરાત્રિના પહેલા દિવસે મહિલાઓએ એક ઘણા બધા કળશની વચ્ચે ગેસ સિલિન્ડર મૂક્યું અને પછી તેની આસપાસ ગરબા રમ્યા. ગરબા રમતી વખતે મહિલાઓ પણ ગીતો ગાતી હતી. મહિલાઓનો આ અનોખો વિરોધ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. હવે આ જ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

 

તમને જણાવી દઈએ કે 6 ઓક્ટોબરના રોજ સરકારી ઓઈલ કંપનીઓએ ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર પરના દરોમાં વધારો કર્યો હતો. કંપનીઓએ સબસિડી વગર 14.2 કિલો સિલિન્ડરની કિંમતમાં 15 રૂપિયાનો વધારો કર્યો છે. આ પછી, દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 884.50 રૂપિયાથી વધીને 899.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. તે જ સમયે, 5 કિલોનું સિલિન્ડર હવે 502 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

એક તરફ વધતી જતી મોંઘવારી લોકોના જીવન માટે એક સમસ્યા બની રહી છે. તે જ સમયે, લોકો તેમની વાત સરકાર સુધી પહોંચાડવાની અનન્ય રીતો અજમાવી રહ્યા છે. મહિલાઓ દ્વારા જે પ્રકારનું અનોખુ પ્રદર્શન કરવામાં આવ્યુ છે તેવું ભાગ્યે જ જોવા મળે છે. એટલે જ હવે મહિલાઓના વિચિત્ર વિરોધનો વીડિયો પણ લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની રહ્યો છે. એટલા માટે લોકો આ વીડિયોને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ખૂબ શેર કરી રહ્યા છે.

આ પણ વાંચો –

JIMEX: સમુદ્રી યુદ્ધ અભ્યાસમાં ભારત-જાપાનની નૌસેનાએ અરબ સાગરમાં દેખાડ્યો દમ, રક્ષા મંત્રાલયે આપી જાણકારી

આ પણ વાંચો –

અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર પોલીસનું રેડ, ફરિયાદ દાખલ કરાઇ

આ પણ વાંચો –

Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 09 ઓક્ટોબર: પારિવારિક વાતાવરણ મધુર અને પ્રસન્ન રહેશે, કામ-કાજની જગ્યાએ આળસ થાય

Next Article