Rashtriy Kamadhenu Ayog : શરૂ થયાના બે વર્ષમાં જ રાષ્ટ્રીય કામધેનું આયોગનું ફીન્ડલું વાળી દેવામાં આવ્યું

રાષ્ટ્રીય કામધેનુ આયોગની વેબસાઈટ kamdhenu.gov.in પણ અત્યારે કાર્યરત નથી, જો કે ટ્વીટર એકાઉન્ટ હજી પણ શરૂ છે, પણ તેમાં ફેબ્રુઆરી બાદ કોઈ ટ્વીટ કરવામાં આવી નથી.

Rashtriy Kamadhenu Ayog : શરૂ થયાના બે વર્ષમાં જ રાષ્ટ્રીય કામધેનું આયોગનું ફીન્ડલું વાળી દેવામાં આવ્યું
Within two years of its inception, Rashtriy Kamadhe Ayogwas closed
| Edited By: | Updated on: Aug 31, 2021 | 7:36 PM

રાષ્ટ્રીય કામધેનુ આયોગ (RKA)શરૂ થયાના બે વર્ષમાં જ તેનું ફીન્ડલું વાળી દેવામાં આવ્યું છે. ગાયોના સંરક્ષણ, રક્ષણ અને વિકાસ અને તેમની સંતાન માટેના સંવર્ધન લગભગ બંધ થઈ ગયું છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં રાષ્ટ્રીય કામધેનુ આયોગના અધ્યક્ષ વલ્લભ કથિરિયાનો કાર્યકાળ પૂરો થયા બાદ કેન્દ્ર સરકારે કોઈ અધ્યક્ષની નિમણૂક કરી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર RKA ને એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (AWBI)માં વિલીનકરણ કરી શકે છે, જે પશુ કલ્યાણની આધિકારિક સંસ્થા છે.

રાષ્ટ્રીય કામધેનુ આયોગની વેબસાઈટ kamdhenu.gov.in પણ અત્યારે કાર્યરત નથી, જો કે ટ્વીટર એકાઉન્ટ હજી પણ શરૂ છે, પણ તેમાં ફેબ્રુઆરી બાદ કોઈ ટ્વીટ કરવામાં આવી નથી. એક મીડિયા રીપોર્ટ અનુસાર રાષ્ટ્રીય કામધેનુ આયોગ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે ચેરમેન તરીકે વલ્લભ કથીરિયાનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય કામધેનુ આયોગ સક્રિય નથી અને તે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઇન્ડિયા (AWBI) સાથે જોડાયેલું છે.

લોકસભાના ચોમાસું સત્રમાં લોકસભાના સભ્ય સાંસદ એ.એમ.આરીફે પ્રશ્ન પૂછ્યો હતો કે શા માટે રાષ્ટ્રીય કામધેનું આયોગના નામે ‘અતાર્કિક હકીકતો’ માન્ય રાખવામાં આવી રહી છે . આરિફે કહ્યું કે બંધારણ દરેક નાગરિકની ફરજ બનાવે છે કે તે કલમ 51a હેઠળ વૈજ્ઞાનિક તપાસ અને સુધારાની ભાવના વિકસાવે. તેમણે એ પણ જાણવાની માંગ કરી હતી કે શું સરકાર રાષ્ટ્રીય કામધેનુ આયોગને ગૌવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે “ગૌવિજ્ઞાન પરીક્ષા 2021” પરીક્ષા લેતા અટકાવશે કે નહી.

રાષ્ટ્રીય કામધેનું આયોગને બંદ કરી દેવામાં આવ્યું છે એનું વધુ પ્રબળ કારણ આ પણ છે. લોકસભાના સાંસદ એ.એમ.આરીફે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરીઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાએ કહ્યું કે “રાષ્ટ્રીય કામધેનુ આયોગની વેબસાઇટની પહેલાથી જ સમીક્ષા કરવામાં આવી છે અને અવૈજ્ઞાનિક સામગ્રી દૂર કરવામાં આવી છે. કામધેનુ આયોગ દ્વારા ગૌવિજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે પરીક્ષા લેવામાં આવવાની નથી.”

રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા “ગૌવિજ્ઞાન પરીક્ષા 2021” ફેબ્રુઆરીમાં મુલતવી રાખવામાં આવી હતી, જો કે ત્યારબાદકોઈ નવી તારીખો જાહેર કરવામાં આવી ન હતી. જો કે જાન્યુઆરીમાં આ પરીક્ષાની જાહેરાત કરતી વખતે આયોગના અધ્યક્ષ વલ્લભ કથીરિયાએ પરીક્ષા માટે 54 પાનાની “સંદર્ભ સામગ્રી” બહાર પાડી હતી, જેના વિવાદાસ્પદ વિષયોથી ખુબ હોબાળો થયો હતો.

આ પણ વાંચો : BHAVNAGAR : કોરોના વેક્સિન લેવામાં ઉદાસીનતા, નાના જિલ્લાઓ કરતા પણ ભાવનગર સહીત 4 મહાનગરો રસીકરણમાં પાછળ

Published On - 7:16 pm, Tue, 31 August 21