Corona: કઈ બીમારી ધરાવતા દર્દીઓને બીજી લહેરમાં થયો સૌથી વધુ કોરોના? જાણો ચોંકાવનારો રિપોર્ટ

|

Jul 01, 2021 | 9:54 AM

કોરોનાની બીજી લહેર ભલે હવે આથમી રહી છે. પરંતુ પ્રથમ લહેર અને બીજી લહેરના ડેટા પરથી એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. જાણો વિગતવાર.

Corona: કઈ બીમારી ધરાવતા દર્દીઓને બીજી લહેરમાં થયો સૌથી વધુ કોરોના? જાણો ચોંકાવનારો રિપોર્ટ
પ્રતિકાત્મક તસ્વીર (Image - PTI)

Follow us on

ભારત માંડ બીજી લહેરથી બહાર આવ્યું છે. આવામાં હજુ ત્રીજી લહેર આવવાનું જોખમ તોળાઈ રહ્યું છે. હવે હોસ્પિટલો ખાલી હોવાના અહેવાલો આવી રહ્યા છે. ત્યારે ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર કોરોનાના દર્દીઓને લઈને એક મેક્સ હોસ્પિટલનો અભ્યાસ બહાર આવ્યો છે. જેમાં 20 હજાર દર્દીઓ પર કરવામાં આવેલી એક સ્ટડી અનુસાર બીજી લહેર દરમિયાન ઘણા બીજી વખત સંક્રમિત થયા, કેટલાકમાં બેકટેરીયલ સંક્રમણ તો કોઈમાં ફંગસ જોવા મળી.

પહેલી લહેર કરતા બીજી લહેર કેટલી ભારે

અહેવાલ અનુસાર બીજી લહેરમાં મરનારાઓની સંખ્યા પહેલી લહેર કરતા 40 ગણી વધુ રહી. એટલું જ નહિ આ બીજી લહેરમાં સૌથી વધુ ઝપેટમાં આવેલા લોકોમાં ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા મોખરે રહી છે. બીજી લહેરની ખુબ વધુ અસર માનવ સમાજ પર રહી છે. કોરોના સાથે ઘણી બીમારીઓ સામે આપણે સૌ લડ્યા. કોરોના બાદ અનેક બીમારીઓ દર્દીને ઘેરી રહી છે. અને નવી બીમારીઓ પ્રકાશમાં આવતી જ જઈ રહી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

માનસિક સમસ્યાઓમાં પણ વધારો

કોરોના સાથે શ્વાસની તકલીફ અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા લોકોમાં જોવા મળી છે. એટલું જ નહીં સૌથી વધુ હેરાન કરનારી સમસ્યા કોરોના પહેલા અને કોરોના બાદ પણ માનસિક રૂપે થયેલી અસર છે. ખરેખરમાં કોરોનાએ માનસિક ચિંતા, તણાવમાં ખુબ વધારો કર્યો છે. જેની અસર જાહેર જીવન પર પણ પડી રહી છે.

કોરોના સાથે અન્ય રોગ હાવી

કોરોનાની પહેલી લહેર દરમિયાન જ્યારે 11% દર્દીઓને સેકન્ડરી ઇન્ફેકશન લાગ્યું હતું, ત્યારે બીજી લહેર દરમિયાન આ આંકડો વધી ગયો. બીજી લહેર દરમિયાન 27.6%દર્દીઓને બેક્ટેરીયલ કે ફંગસની બીમારી લાગુ પડી. અહેવાલમાં જણાવ્યા અન્ય રોગોની અસર પણ બીજી લહેર દરમિયાન વધુ રહી.

આ બીમારી ધરાવતા દર્દીઓને કોરોનાની વધુ થઇ સમસ્યા

અહેવાલમાં મેક્સ હોસ્પિટલમાં 10 હોસ્પિટલોના ડેટાના અભ્યાસથી પહેલી અને બીજી લહેર વચ્ચેનો ભેદ દર્શાવવાનો પ્રયાસ કરાયો છે. અભ્યાસમાં ખબર પડી છે કે જૂની બીમારી ધરાવતા દર્દીઓને કોરોના થવાની ઘટના બીજી લહેરમાં 10% વધી ગઈ. બીજી લહેરમાં ડાયાબીટીસ, હાઇ બ્લડ પ્રેશર અને કીડનીની બીમારી ધરાવતા દર્દીઓ કોરોનાના વધુ શિકાર બન્યા છે.

મેક્સ હોસ્પિટલે 10 હોસ્પિટલના ડેટાના આધારે કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેર વચ્ચે સરખામણીનો અભ્યાસ કર્યો

કોરોનાની પ્રથમ લહેરમાંમાં 43% દર્દીઓ એવા હતા જે ડાયાબિટીસ પીડિત હતા, બીજી તરંગમાં આ સંખ્યા લગભગ 45% હતી.

કોરોના પ્રથમ લહેરમાં ત્યાં 41% દર્દીઓ હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હતા, જ્યારે બીજી લહેરમાં લગભગ 44% દર્દીઓ હતા.

પ્રથમ લહેરમાં કિડનીની બિમારીથી પીડાતા દર્દીઓની સંખ્યા 13.6% હતી, જ્યારે બીજી તરંગમાં તે વધીને 15.2% થઈ ગઈ.

પ્રથમ તરંગમાં હૃદયના દર્દીઓની સંખ્યા 5.6% હતી, જે બીજી તરંગમાં 6.2% થઈ ગઈ.

જાહેર છે કે જૂની બીમારી ધરાવતા દર્દીઓ પર કોરોનાની બીજી લહેરની વધુ અસર રહી છે. મેક્સ હોસ્પિટલના અભ્યાસ, કે જે દસ હોસ્પિટલોના ડેટાના આધારે કરવામાં આવ્યો છે. તે ખુબ મહત્વનો પણ છે. જેથી કરીને આગામી સમસ્યાઓ સામે લડવાની તૈયારીમાં મદદ મળે.

 

આ પણ વાંચો: OMG : માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો, ગેમ રમતા-રમતા બાળકે કરી ભૂલ, પિતાએ વેચવી પડી કાર

આ પણ વાંચો: શાહિદ કપૂરની તસ્વીરોમાં જોવા મળ્યું તેમનું નવું ઘર, આટલા કરોડ ચૂકવીને ખરીદ્યો છે આ નજારો, જુઓ

Next Article