શું તમે જાણો છો? ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી સન્માન મેળવનારને અન્ય શું લાભ મળે છે?

|

Jun 02, 2021 | 2:15 PM

ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. પદ્મ એવોર્ડ્સ તે પછીની કેટેગરીમાં આવે છે. ચાલો આપણે જાણીએ કે આ એવોર્ડ શા માટે અને કોને આપવામાં આવે છે. અને તેમને અન્ય શું લાભ મળે છે.

શું તમે જાણો છો? ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ અને પદ્મશ્રી સન્માન મેળવનારને અન્ય શું લાભ મળે છે?
રચનાત્મક તસ્વીર

Follow us on

તમે ભારત રત્ન, પદ્મ ભુષણ, પદ્મ વિભૂષણ, પદ્મ શ્રી વિશે સાંભળ્યું છે. આ પુરસ્કારથી સન્માનિત ઘણી હસ્તીઓ વિશે પણ સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ઉપરોક્ત એવોર્ડ મેળવનારાઓને શું સુવિધા મળે છે? ભારત રત્ન એ ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે. પદ્મ એવોર્ડ્સ તે પછીની કેટેગરીમાં આવે છે. ચાલો સૌ પ્રથમ આપણે જાણીએ કે આ એવોર્ડ શા માટે અને કોને આપવામાં આવે છે.

ભારત રત્ન (Bharat Ratna) 

ભારત રત્ન એ આપણા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ સન્માન ભારત સરકાર દ્વારા કલા, સાહિત્ય, વિજ્ઞાનના ક્ષેત્રમાં અને કોઈ રાજકારણી, વિચારક, વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ, લેખક અને સમાજસેવકની અસાધારણ સેવા હેતુ અને ઉચ્ચ લોક સેવાને માન્યતા આપવા માટે આપવામાં આવે છે.

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

પદ્મ ભૂષણ (Padma Bhushan)

આ સન્માન રાષ્ટ્ર માટે કરેલી ઉચ્ચ ક્રમની વિશિષ્ટ સેવાને માન્યાતા આપવા માટે આપવામાં આવે છે.

પદ્મ વિભૂષણ (Padma Vibhushan)

આ ભારતનો બીજો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ છે કે જે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને પ્રતિષ્ઠિત સેવા માટે આપવામાં આવે છે. આ સન્માનમાં સરકારી સેવકો દ્વારા આપવામાં આવતી સેવાનો સમાવેશ થાય છે.

પદ્મ શ્રી (Padma Shri)

પદ્મ શ્રી કોઈપણ ક્ષેત્રમાં પ્રતિષ્ઠિત સેવા દ્વારા આપવામાં આવે છે, જેમાં સરકારી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સેવાનો પણ સમાવેશ થાય છે.

આ સન્માન સાથે શું મળે છે અન્ય લાભ?

ભારત રત્ન

ભારતમાં આપવામાં આવતું આ સન્માન સર્વોચ્ચ નાગરિક સન્માન છે. જો કે આ સર્વોચ્ચ સન્માન છે તેથી તેની સાથે ઘણી સુવિધા પણ મળે છે.

1) ભારતમાં ગમે ત્યાં ફર્સ્ટ ક્લાસ ફ્લાઇટ મુસાફરી.
2) ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસની ફ્રી મુસાફરી.
3) ભારતના વડાપ્રધાનના પગારની બરાબર અથવા 50% પેન્શન.
4) ભારત રત્ન સન્માનિત સંસદની બેઠકોમાં ભાગ લઇ શકે છે.
5) કેબિનેટ રેન્કના સમાન પ્રાધાન્ય.
6) જ્યારે જરૂર હોય ત્યારે Z કેટેગરી સુરક્ષા.
7) પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસ પર વિશેષ અતિથિ.
8) VVIP ના સમાન સ્ટેટસ.

પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી

પદ્મ એવોર્ડ માત્ર એક સન્માન છે. આ પુરસ્કારો સાથે રેલવે / હવાઇ મુસાફરીમાં કોઈપણ રોકડ ભથ્થું અથવા છૂટછાટ વગેરેની સુવિધા લઇ શકાતી નથી. પુરષ્કાર કોઈ પદવી નથી અને તેને લેટરહેડ્સ, આમંત્રણ કાર્ડ્સ, પોસ્ટરો, પુસ્તકો વગેરે પર પુરષ્કાર વિજેતાના નામની આગળ પાછળ ઉલ્લેખ કરી શકાય નહીં, જો કોઈ દુરૂપયોગ થાય છે તો પુરસ્કાર એવોર્ડ જપ્ત પણ થઇ શકે છે.

 

આ પણ વાંચો: કેમ ખૂણામાંથી કપાયેલું હોય છે સિમકાર્ડ? જો તમને પણ જવાબ નથી ખબર તો હમણાં જ જાણો

આ પણ વાંચો: Sonakshi Sinha Birthday: સોનાક્ષી સિન્હાએ કેમ કહ્યું કે તે અને તેની માતા તેના પિતાના ઘરની બહારના છે?

Next Article