PM Modiનું વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ શું કહે છે? જાણો તેમના રાશિફળ વિશે

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ વૃશ્ચિક રાશિ જાતક PM Narendra Modiનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ

PM Modiનું વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ શું કહે છે? જાણો તેમના રાશિફળ વિશે
| Edited By: | Updated on: Jan 07, 2021 | 2:09 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ વૃશ્ચિક રાશિના જાતક PM Narendra Modiનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

નરેન્દ્ર મોદી

PM Modi

યશસ્વી વડાપ્રધાન મોદી અને ભારત દેશનો ઉન્નતિનો તબક્કો હજુ યથાવત રહેશે. નરેન્દ્ર મોદીના આગામી પાંચ વર્ષ ઉત્તમ રહેશે, તેનો અર્થ એ પણ થયો કે આગામી લોકસભા ચૂંટણીમાં પણ તેમણે આગળ વધતાં કોઈ રોકી શકશે નહીં. તેઓ સ્પષ્ટ બહુમતીથી ચૂંટાશે. ભારત આગામી સમયમાં દુનિયાના દેશો પાસેથી નોંધપાત્ર ખરીદી કરશે પછી તે યુદ્ધ સામગ્રી હોય કે આત્મનિર્ભર થવા માટેની કાચી સામગ્રી.

ભારતના મોટાભાગના નિર્ણયો લાંબાગાળે અતિ ઉપયોગી અને ડાહપણભર્યા નિર્ણયો બની રહેશે. આજે દેશ જે સ્થિતિમાં છે, તેમ ખોટું કરી શકે તેવી શક્યતાઓ ઘણી ઓછી છે. ભારતની ઈચ્છાશક્તિ મજબૂત થાય અને દરેક તકને ઝડપી લે તે પ્રકારે માહોલ બનશે. વિશ્વના દેશો સાથે નાણાકીય લેવડદેવડ અને પૈસા સંબંધિત બાબતો બુદ્ધિ, ચતુરાઈ અને ઉમદા સમજશક્તિ સાથે હાથ ધરશે. જો કે આ તબક્કે દેશને સંવેદનશીલ બની બધી સંભાવ્ય પરિસ્થિતિ સામે યોગ્ય આગમચેતીઓ અને રક્ષણની ખાતરી કરવાની જરૂર રહેશે.

પ્રવાસ, જોડાણો, જુદા જુદા દેશની હસ્તીઓ સાથેની મુલાકાત દુનિયાના દેશો સાથે મજબૂત સંબંધો સ્થાપિત કરી શકશે. નરેન્દ્ર મોદીની વિદેશ નીતિ વધુ ધારદાર બને અને વૈશ્વિક નેતા તરીકે તેઓ વધુ મજબૂતાઈથી ઊભરી આવે.

Published On - 7:00 am, Sun, 20 December 20